________________
૨૨૦
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
છછું અધ્યયન પરિચય 890898 209 28
આ અધ્યયનનું નામ ધૂત' છે.
ધૂત' એટલે શુદ્ધ કરવું. વસ્ત્રાદિ ઉપરથી ધૂળાદિને ખંખેરીને, તેને સ્વચ્છ કરી દેવું તે દ્રવ્યધૂત કહેવાય છે. જેનાથી આઠ પ્રકારના કર્મો ખરી જાય-ખંખેરાઈ જાય છે, તે ભાવધૂત છે. દ્રવ્યથત વત્થાક, ભવધુ મેમવિદા-(આચા. નિયુક્તિ. ગા. ૨૫૦.)
ત્યાગ અને સંયમ દ્વારા કર્મો ખરી જાય છે માટે ત્યાગ સંયમને ભાવપૂત કહેવામાં આવે છે.
સંક્ષેપમાં કહીએ તો ધૂત'નો અર્થ છે કર્મરજથી રહિત નિર્મળ આત્મા અથવા સંસારવાસનો ત્યાગી અણગાર.
આ અધ્યયનમાં વિભિન્ન દષ્ટિકોણથી સ્વજન, સંગ, ઉપકરણાદિ વિવિધ પદાર્થોના ત્યાગનું પ્રતિપાદન કર્યું છે તેથી આ અધ્યયનનું નામ ધૂત' રાખવામાં આવ્યું છે. પૂર્વ સંપ ત્યાનમ, તતિપાલમધ્યયન ધૂતમ્'-(ઠાણાંગવૃત્તિ સ્થાન.૯)
સાધક સંસારવૃક્ષનાં બીજરૂપ કર્મબંધનનાં અનેક કારણોને જાણીને, તેમનો ત્યાગ કરે અને કર્મોથી સર્વથા મુક્ત બને, આ જ આ અધ્યયનનો ઉદ્દેશ છે.
આ ધત અધ્યયનનાં પાંચ ઉદ્દેશક છે. પ્રત્યેક ઉદ્દેશકમાં ભાવતના સુત્રોનું જુદા જુદા દષ્ટિકોણથી સંકલન કરવામાં આવ્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં ધર્મોપદેશ સાંભળીને ત્યાગી બનનારાઓનું અને સંસારમાં રહીને અનેક રોગાંતક પ્રાપ્ત કરીને દુઃખી થનારા જીવોનું વર્ણન છે. તે સિવાય સંયમ સ્વીકારવાનો અને તેમાં સ્થિર રહેવાનો ઉપદેશ છે.
બીજા ઉદ્દેશકમાં સંયમ સ્વીકાર કરીને કામભોગોની ઈચ્છાથી સંયમ પતિત થનારાઓનું અને તેની સાથે જ સંયમમાં દઢ રહીને કષ્ટ, ઉપસર્ગોને સહન કરનાર સાધકોનું વિસ્તૃત વર્ણન છે. અંતે એકલવિહારચર્યા વડે પણ ઉત્તમ આરાધના કરનાર પ્રશસ્ત સાધકોનું સૂચન કર્યું છે.
ત્રીજા ઉદ્દેશકમાં સંયમ સાધનામાં પણ અચેલ સાધનાનું મહાભ્ય પ્રગટ કર્યું છે. દીર્થસંયમીની સાધનાની વિશેષતા સમજાવીને શિષ્ય પ્રતિ તેમના કર્તવ્યનું કથન છે.
ચોથા ઉદેશકમાં ગુરુદ્વારા કર્તવ્ય પાલન કરવા છતાં શિષ્યની અવિનીતતા, ધીઠતા અને સંયમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org