________________
[ ૨૧૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
લોકાલોક સ્વરૂપના જ્ઞાતા છે.
સિદ્ધ ભગવાન અરૂપી, નિરંજન, નિરાકાર હોવાથી લાંબા, ટૂંકા, ગોળ, ત્રિકોણ, ચોરસ આદિ નથી, તેને કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી, શરીર નથી, વેશ્યા નથી, જન્મમરણ નથી, કર્મસંગ કે કર્મબંધ નથી. ત્યાં સ્ત્રી, પુરુષ કે નપુંસકના ભેદ નથી. તે જ્ઞાન સ્વરૂપ ચૈતન્યવાન છે, જ્ઞાનભાવમાં જ રહે છે. તેના માટે સ્થૂલ જગતમાં કોઈ ઉપમા નથી તેથી તેઓ અનુપમ છે. તે અરૂપી સ્વરૂપ છે, અપદ છે. આ રીતે તેઓ શબ્દાદિથી રહિત, અરૂપી આત્મસ્વરૂપ છે. સૂત્રના અંતમાં કેટલાક શબ્દોનું પુનરાવર્તન થયેલ છે, તે ઉપસંહારરૂપ છે.
ઓપ -'મોર' પડશેષdજ રતિ – સમસ્ત પાપરૂપ મેલ અથવા કર્મરૂપ કલંકથી રહિત એવા સિદ્ધ ભગવાન કેવળ આત્મસ્વરૂપમાં સ્થિત છે.
અપકાસ થાણે :- ટીકાકારે આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ કર્યા છે. (૧) શરીર, મન અને કર્મનું
જ્યાં પ્રતિષ્ઠાન–અવસ્થાન નથી એવા મોક્ષસ્વરૂપના જાણકાર છે. (૨) અપ્રતિષ્ઠાન નરકાવાસ જીવોની સ્થિતિ, તેના દુઃખસ્વરૂપને જાણનારા. (૩) અપ્રતિષ્ઠાન નરકાવાસ લોકનાડીના છેલ્લે સ્થિત છે, તેને જાણવાનો મતલબ સમસ્ત લોક સ્વરૂપને જાણનાર. તાત્પર્ય એ છે કે સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ, સર્વદર્શી છે માટે સંસારના અને મોક્ષના સ્વરૂપને જાણે, જુએ છે. તેઓ મોક્ષ સ્વરૂપને, સંસારથી મુક્ત થવાના ઉપાયોને જાણે છે. હેવને શબ્દ જાણવાના અર્થમાં પ્રયુક્ત છે. તેનું તાત્પર્ય એ છે કે તેઓ સંસારના અને મોક્ષના સ્વરૂપને જાણવામાં કુશળ છે, નિપુણ છે, દક્ષ છે.
પરિઇને સUM :- ટીકાકારે આ બંને શબ્દોનો અર્થ આ પ્રમાણે કર્યો છે– (૧) સUM- સામાન્યતઃ સીગાનાર પરથfinત સંજ્ઞ, જ્ઞાનદર્શન યુક્ત ફત્યર્થ. પદાર્થને સામાન્ય રૂપે જાણનારા જોનારા તે સંજ્ઞ કહેવાય છે. (૨) રસન્તાહિરોષતો નાનાતીતિ રિજ્ઞઃ સર્વપ્રકારે પદાર્થોના વિશેષરૂપે જ્ઞાતા પરિજ્ઞ કહેવાય છે.
છકો ઉદ્દેશક સંપૂર્ણ
ઉપસંહારઃ-વિષયભોગોથી નિવૃત્ત થવા અને આત્માભિમુખ બનવા માટે સમજણ પૂર્વકનું ચારિત્ર-સંયમ આવશ્યક છે. સંયમ પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ કરાવે છે. તે નિવૃત્તિ જ આત્મિક બળને વધારે છે. દરેક કાર્યમાં સંયમ જરૂરી છે. જીવન ઉપયોગી વસ્તુઓમાં પણ આસક્તિ કે મમત્વ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે. જ્યાં પરિગ્રહની વૃત્તિ છે ત્યાં સંસાર છે. ત્યાગના માર્ગમાં પણ જો વૃત્તિ ઉપર વિજય ન મેળવ્યો તો વિકલ્પોના વંટોળમાં સાધક અટવાઈ જાય છે. તેનો ત્યાગ જો સ્વાધીનતા પૂર્વકનો હોય તો સફળ નીવડે છે પરંતુ તેમાં જો સ્વચ્છંદતા આવી જાય તો તે પતનનું કારણ બને છે. સ્વચ્છંદતામાં આત્મા વૃત્તિઓને આધીન થાય છે જેથી અનિયમિતતા, જડતા અને ઉચ્છંખલતા આવે છે. આવા દુર્ગુણો ન આવી જાય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org