________________
| લોકસાર અધ્ય-પ, ઉ: ૬
[ ૨૧૭ ]
તેના માટે, પયં સ્થિ = શબ્દ નથી, તે = તે મુક્ત આત્મા, ફત્તેયાવંતિ- આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ
ભાવાર્થ :-તે મુક્તાત્માનું સ્વરૂપ કે અવસ્થા બતાવવા માટે સર્વ શબ્દો સ્વરૂપ શબ્દોથી કહી શકાતું નથી. ત્યાં કોઈ તર્ક નથી, તર્કથી તેને જાણી શકાતો નથી, ત્યાં મતિ પણ પ્રવેશ કરી શકતી નથી, તે બુદ્ધિથી ગ્રાહ્ય નથી. તે સર્વ કર્મ રૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસાર સ્વરૂપના જાણનાર છે.
તે પરમાત્મા દીર્ઘ નથી, હસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી અને પરિમંડળ નથી, તે કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી અને સફેદ નથી. તે સુગંધી નથી અને દુર્ગધી પણ નથી. તે તીખો નથી, કડવો નથી, કસાયેલો-તૂરો નથી, ખાટો નથી અને મીઠો નથી. તે કર્કશ નથી, કોમળ નથી, ભારે નથી, હળવો નથી, ઠંડો નથી, ગરમ નથી, ચીકણો નથી અને રૂક્ષ નથી. તે મુક્તાત્મા શરીરધારી નથી. તે પુનર્જન્મધારી નથી (અજન્મા છે). તે કર્મ સંગ રહિત નિર્લેપ છે. તે સ્ત્રી નથી, પુરુષ નથી અને નંપુસક નથી.
તે મુક્તાત્મા જ્ઞાનદર્શન યુક્ત છે અને તેનું જ્ઞાન કરાવવા કોઈ ઉપમા નથી. તે અરૂપી અમૂર્ત અસ્તિત્વવાળા છે. તે પદાતીત, વચનથી અગોચર છે. તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી.આ પ્રમાણે તે સિદ્ધ ભગવાન શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ નથી. આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ છે.
|| છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત .
વિવેચન :
આ સૂત્રમાં સિદ્ધ પરમાત્મા-મુક્તાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આ મુક્તાત્મા જગતમાં ફરી ક્યારે ય જન્મધારણ કરતા નથી અને આ જગતની રચના પણ તે કરતા નથી કારણ કે સર્વ કર્મોથી મુક્ત જીવોને કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ હોતા નથી કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોતી નથી. યોગદર્શનમાં મુક્તાત્મા (ઈશ્વર)નું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે– વનેશ-વર્ષ-વિપાર્વ૨પ૨ પૃષ્ઠ: પુરુષ વિશેષ: વિર: | -(યોગદર્શન. ૧૨૪). કલેશ, કર્મ, વિપાક અને આશયો (વાસનાઓ)થી રહિત જે વિશિષ્ટ પુરુષ છે તે જ ઈશ્વર છે.
ઔપપાતિક આદિ શાસ્ત્રોમાં પણ સિદ્ધના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. અહીં પણ તવિષયક વર્ણન છે, તે આ પ્રમાણે છે– સન્ને તરત પિયત- સિદ્ધના સમસ્ત સ્વરૂપ કથનમાં કોઈ પણ શબ્દ સમર્થ નથી. તેનો અમુક અંશ જ શાસ્ત્રકારો કહી શકે છે. સિદ્ધ સ્વરૂપ સમજવામાં ર્તકની ગતિ નથી, કેવળ શ્રદ્ધાગમ્ય છે. મતિ–બુદ્ધિ અલ્પ હોવાથી તે સ્વરૂપને પૂર્ણ રૂપે ગ્રહણ કરી શકતી નથી. – રાગદ્વેષ રહિત નિર્મળ જ્ઞાની, સર્વજ્ઞ અપઠ્ઠાણસ = અપ્રતિષ્ઠાનરૂપ સિદ્ધના સ્વરૂપને અથવા સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org