________________
લોકસાર અધ્ય—પ, ઉ : ૫
સમાન જ છે અને મારી જેમજ તેઓને પણ દુઃખ થાય છે. (૨) બીજાને દુઃખ આપીને જે કર્મબંધન કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવુ પડે છે માટે કોઈને પણ મારવાનું કે દુઃખ દેવાનું પરિણામ ખરેખર પોતાને જ દુઃખી થવાનું છે. આવા સત્ય આત્મબોધની સાથે તે જ્ઞાની આત્મા હિંસાનો પણ ત્યાગ કરે છે.
આત્મવિજ્ઞાતાની સંયમપર્યાય :
८ जे आया से विण्णाया, जे विण्णाया से आया। जेण वियाणइ से आया । तं पडुच्च पडिसखाए। एस आयावाई समियाए परियाए वियाहिए । त्ति बेमि । ॥ પંચમો દ્રેસો સમત્તો ॥
=
શબ્દાર્થ :- ને આયા = જે આત્મા, છે વિળયા - તે વિજ્ઞાતા છે, લેબ વિજ્ઞાળક્=જેનાથી પદાર્થોને જાણી શકાય છે, શું પત્તુ બ્ન આત્મસંબંધી તે જ્ઞાન પરિણમનથી, હિસાર્-વિચારણા કરવી જોઈએ, ક્ષ = તે આત્મ વિચારણા કરનાર, આત્માને માનનાર, આબાવાર્ફ - આત્મવાદી છે, સમિયાQ = સમ્યક, પરિવાર્ સંયમ, પર્યાયવાન, વિહિપ્= કહેવાય છે, કહેલ છે.
=
=
૨૦૯
ભાવાર્થ :- જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જે જ્ઞાનવડે વિજ્ઞાનસ્વરૂપ આત્માને જાણી શકાય છે, તે જ્ઞાન જ આત્માનો ગુણ છે અને એ જ્ઞાનથી જ સ્વ અને પરની પ્રતીતિ– ઓળખાણ થાય છે. આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે તે જ સાચા આત્મવાદી છે અને તેવા સાધકોનું જ સંયમાનુષ્ઠાન યથાર્થ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. –એમ ભગવાને કહ્યું છે.
Jain Education International
।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત
વિવેચન :
ને આયા સે વિખાયા :– આત્માના સત્ય સ્વરૂપને સમજી સમસ્ત જીવોની સમ્યક્ શ્રદ્ધા કરનાર જ અહિંસાનું પાલન કરી શકે છે. તેથી પૂર્વ સૂત્રમાં કહેલ અહિંસાના સંદેશને પુષ્ટ કરવા, આ સૂત્રમાં આત્મ બોધ કરાવ્યો છે કે જે આત્મા છે તે જ વિજ્ઞાન વિશેષ ચિંતન કરે છે. જે વિચાર કરે છે તે શરીર નહિ પણ આત્મા છે. જેના માધ્યમે જગતના સર્વ ભાવોને જાણી શકાય છે તે આત્મા જ છે. તેને જ જીવ અને ચૈતન્ય કહેવાય છે. નિર્જીવ, પુદ્ગલોમાં આ ભાવ હોતો નથી. આ રીતે આત્માના અસ્તિત્વને સમજીને પ્રત્યેક આત્માઓનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારના આત્મવાદી પોતાને અને અન્ય સર્વ આત્માઓના સ્વરૂપને જાણનાર, માનનાર હોય છે. તેઓ કોઈ જીવને દુઃખ ન થાય તે રીતે સંયમમાં રમણ કરે છે.
બીજી એ વાત કે જે આત્મા છે તે વિજ્ઞાતા છે. જે વિજ્ઞાતા છે તે આત્મા છે. આ સૂત્રમાં દ્રવ્ય અને
For Private & Personal Use Only
www.jainelibrary.org