________________
[ ૨૦૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તે તું પોતે જ છે. વિવેચન :તુતિ ગામ તન્નેવ -આ સૂત્રમાં સૂત્રકારે ભગવાન મહાવીરનો આત્મીપમ્યવાદ–આયતુલ્લેપથાણુનું નિરૂપણ કરીને સર્વ પ્રકારની હિંસાથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. બે ભિન્ન આત્માઓના સુખ કે દુઃખની અનુભૂતિ(સંવેદન)ની સમતા સિદ્ધ કરવી, એ જ આ સૂત્રનો ઉદ્દેશ છે. તેનો સાર એ છે કે બીજા દ્વારા કોઈપણ રૂપમાં તારી હિંસા કરવામાં આવે ત્યારે તને જે અનુભૂતિ થાય છે તેવી જ અનુભૂતિ અન્ય પ્રાણીઓને પણ થાય છે માટે કોઈને મારવાનો કે કષ્ટ આપવાનો અથવા અહિત કરવાનો સંકલ્પ જાગે તો વિચારવું જોઈએ કે તેની જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય? તાત્પર્ય એ છે કે જેને તમો દંડ આદિથી મારવાની ઈચ્છા કરો છો તેની જગ્યાએ તમો હો તો તમને શું થાય ? એ જ રીતે કોઈના પર જબરજસ્તીથી અનુશાસન કરવામાં, પોતાને આધીન કરવામાં, દુઃખ દેવામાં કે પ્રાણ રહિત કરવામાં આવે, ત્યારે તેની જગ્યાએ પોતાની જાતને સમજો અર્થાત્ આ ક્રિયાથી મને જે દુઃખ થાય તેવું જ દુઃખ બીજા પ્રાણીઓને પણ થાય છે. આ સૂત્રનો બીજી રીતે એ ભાવ પણ સમજી શકાય કે તું કોઈ બીજા જીવની હિંસા કરવા ઈચ્છે છે પરંતુ વાસ્તવમાં આ તેની હિંસા નથી પરંતુ તારી શુભવૃત્તિઓની હિંસા છે. તેથી તારી આ હિંસા–વૃત્તિ એક પ્રકારની આત્મહિંસા જ છે. પ્રતિબુદ્ધજીવી આત્માની અહિંસા :| ७ अंजू चेयं पडिबुद्धजीवी । तम्हा ण हंता, ण विघायए । अणुसंवेयणमप्पाणेणं, जं हंतव्वं णाभिपत्थए । શબ્દાર્થ – અંકૂ = સરળ સ્વભાવી, વેચ= અને આ, પડવુદ્ધનાવી= જાગૃતિપૂર્વક સંયમ પાલન કરનાર હોય, તપ્તક તેથી, ન હતા = કોઈ પ્રાણીને હણે નહિ, નવિ પાયા = બીજા પાસે પ્રાણીઓનો ઘાત કરાવે નહિ, અખાઈ = આત્માને જ, અgવેચળ = હિંસાના ફળ–વિપાક ભોગવવા પડે, હતä = માટે હણવાની, બાપત્ય = ઈચ્છા કરે નહિ.
ભાવાર્થ :- જ્ઞાની પુરુષ –સરળ હોય છે, તે સંયમી જીવન જીવનાર હોય છે તેથી તે સાધક કોઈ જીવની હિંસા કરે નહિ અને બીજા પાસે હિંસા કરાવે નહિ, હનન કરનારની અનુમોદના પણ કરે નહિ. કરેલાં કર્મનાં ફળ ભોગવવાં પડે છે, માટે કોઈ પણ જીવને મારવાની ઈચ્છા કરવી જોઈએ નહિ.
વિવેચન :
આ સૂત્રમાં પણ માત્મવત્ સર્વભૂતેષુ' ભાવનાને જ પુષ્ટ કરી છે. જુ અને પ્રતિબુદ્ધજીવી જ્ઞાની સાધક હિંસાથી દૂર રહે. તે કોઈ પણ પ્રકારના ભય, પ્રલોભન કે છલકપટથી પણ હિંસાનો આચરણ કદાપિ કરે નહીં. તેઓનો આત્મબોધ બે પ્રકારનો હોય છે. (૧) બીજા જીવોનો આત્મા મારા આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org