SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૦ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ ગુણની અપેક્ષાએ આત્માનું લક્ષણ બતાવ્યું છે. ચેતન જ્ઞાતા દ્રવ્ય છે, ચૈતન્ય-જ્ઞાન તેનો ગુણ છે. જ્ઞાનથી જ્ઞાનીની અભિન્નતા છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે તેથી ભિન્નતા પણ છે. દ્રવ્ય અને ગુણ સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્નપણ નથી. ગુણ દ્રવ્યમાં જ રહે છે અને દ્રવ્યનો જ અંશ છે, આ કારણે બંને અભિન્ન પણ છે અને આધાર, આધેયની દૃષ્ટિથી બંને ભિન્ન પણ છે. બંનેની અભિન્નતા અને ભિન્નતાનું સૂચન ભગવતી સૂત્રમાં મળે છે.–નીવે તે નીવે, નીવેનીવે?ોય, નીતાનિયT નીવે, નીવિનિયમ બીજે | ભંતે ! જીવ ચૈતન્ય છે? કે ચૈતન્ય જીવ છે. ગૌતમ ! જીવ નિયમથી ચૈતન્ય છે, ચૈતન્ય પણ નિયમથી જીવ છે. જ્ઞાની અને જ્ઞાન બંને આત્મા છે. જ્ઞાન જ્ઞાનીનો પ્રકાશ છે, વિકાસ છે. આ રીતે જ્ઞાનની ક્રિયા (ઉપયોગ), ઘટ–પટાદિ વિભિન્ન પદાર્થો જાણવામાં થાય છે, તેથી જ્ઞાનથી કે જ્ઞાનની ક્રિયાથી જ્ઞય કે જ્ઞાની આત્માને જાણવામાં આવે છે. સાર એ છે કે જે જ્ઞાતા છે, તે તું જ છે, જે તું છો તે જ્ઞાતા છે. તારું જ્ઞાન તારાથી ભિન્ન નથી. આ પ્રકારે અહીં જ્ઞાન અને આત્માને અભેદ નયથી સૂચિત કર્યો છે. II અધ્યયન-પ/પ સંપૂર્ણ II dodg પાંચમું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક 000 સંયમ સુરક્ષા :| १ अणाणाए एगे सोवट्ठाणा, आणाए एगे णिरुवट्ठाणा । एवं ते मा होउ । एयं कुसलस्स दसणं । तद्दिट्टीए तम्मुत्तीए तप्पुरक्कारे तस्सण्णी तण्णिवेसणे । શબ્દાર્થ – [TTU = અનાજ્ઞામાં, ને કેટલાક સંયમસાધક પુરુષ, સોવા = પ્રવૃત્તિ કરે છે, માળા= આજ્ઞા અનુસાર,fપરવડ્ડા = પ્રવૃત્તિ કરતા નથી, પર્વ = આવી દશા, અવસ્થા, તે = તમારી, મા દોડ= ન થાય, પ = માટે આ, ફુલલ્લુ = તીર્થકરનું = દર્શન, અભિપ્રાય છે, તદ્દીપ = ગુર્ની દષ્ટિ તેમજ આગમની દષ્ટિ મુજબ વર્તવું તપુર = ગુપ્રત્યે સમર્પણભાવે રહેવું તપુરવાર = ગુજ્જુ બહુમાન સાચવનાર–આચાર્યને આગળ કરીને, દરેક વ્યવહાર કે નિર્ણય કરવો, તસ્લળી = ગુની ઈચ્છામાં પોતાની ઈચ્છાને સમાવિષ્ટ કરીને રહેવું તogવેસો = ગુરુ સાંનિધ્યમાં રહેવું. ભાવાર્થ :- કેટલાક સંયમી સાધક તીર્થકરની અનાજ્ઞામાં સંયમ વિપરીત આચરણ કરવામાં ઉદ્યમી હોય છે અને કેટલાક સાધક આજ્ઞામાં નિરુધમી હોય છે, સંયમાચરણમાં પ્રવૃત્તિ કરતા નથી. આ અનાજ્ઞામાં ઉદ્યમ અને આજ્ઞામાં અનુધમની સ્થિતિ તમારા જીવનમાં ન થાય માટે તીર્થકરોનો ઉપદેશ છે કે દીક્ષા લઈ સાધકે ગુદૃષ્ટિમાં, ગુરુની સમર્પણતામાં રહેવું જોઈએ. દરેક પ્રવૃત્તિ કે નિર્ણયમાં ગુને જ પ્રમુખ રાખવા જોઈએ, પોતાની સ્વતંત્ર ઈચ્છા ન રાખતાં ગુરુની ઈચ્છા આશયમાં જ સમાઈ જવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy