________________
૨૦૨
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નથી પણ શાસ્ત્રીય જ્ઞાન આદિ લે છે. ચોથા ભંગમાં પ્રત્યેકબુદ્ધનો સમાવેશ થાય છે, જે જ્ઞાન દેતા પણ નથી અને લેતા પણ નથી.
આ ઉપમા વર્ણનમાં મલિઈ શબ્દમાં સમસ્ત શ્રમણોનો સમાવેશ થાય છે તેથી ઉક્ત ચાર ભંગોમાં તીર્થકર, સ્થવિરકલ્પી આચાર્ય, અહાનંદિક જિનકલ્પી સાધુ અને પ્રત્યેક બુદ્ધ શ્રમણોને બતાવ્યા છે. પ્રથમ ભંગવાળા જલાશયના રૂપકથી જે સ્થવિરકલ્પી આચાર્યના મહિમાનું વર્ણન કર્યું છે, તે આચાર્ય આચાર્યોચિત ૩૬ ગુણો, પાંચ આચારો, આઠ સંપદાઓ તેમજ નિર્મળજ્ઞાનથી પૂર્ણ હોય છે. તે સંસક્તાદિ દોષ રહિત, સુખ પૂર્વક વિહાર કરતાં યોગ્ય ક્ષેત્રમાં રહે છે અથવા જ્ઞાનાદિ રત્નત્રયરૂપ સમતાની ભાવભૂમિમાં રહે છે. તેના કષાયો ઉપશાંત હોય છે. તેઓની મોહરૂપી કર્મરજ ઉપશાંત હોય છે. છકાય જીવના તેમજ સંઘના તેઓ સંરક્ષક હોય છે. બીજાને સદુપદેશ આપીને નરકાદિ દુર્ગતિઓથી બચાવે છે, શ્રુતજ્ઞાનરૂપી સોતની મધ્યમાં રહે છે, શાસ્ત્રજ્ઞાન આપે છે અને પોતે પણ લે છે.
મહેસિનો આ શબ્દના 'મહર્ષિ' તથા 'મહેષી' બે રૂપ થાય છે. (૧) ઋષિઓમાં મહાન સાધકને મહર્ષિ કહેવાય છે. (૨) મહાન એવા મોક્ષની ઈચ્છા કરનારા મહેષી કહેવાય છે. વ્યાખ્યામાં પણ કહ્યું છે કે– મહાન્ત તું શીલં ચેષાં તે મસિનો - (દશર્વ. ચૂર્ણિ, ટીકા.) તેથી અહીં સૂત્રોક્ત ઉપમામાં સૂચિત ગુણોના ધારક સમસ્ત શ્રમણ આ મહર્ષિ શબ્દમાં સમાવિષ્ટ છે. પUTગમત પડ્ડા :- અહીં ચૂર્ણિકારે સામાન્યતયા 50MIમતા નો અર્થ પ્રજ્ઞાવાન અને પવુદ્ધ નો અર્થ બોધ પામેલાં કર્યો છે. શાસ્ત્રજ્ઞાનમાં પારંગત વિદ્વાનને પણ પ્રબુદ્ધ કહે છે. તમને તિ પાસદ - આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (૧) તે મહર્ષિઓને તમે સમ્યક પ્રકારે જઓ, તેઓના ઉન્નત જીવનને જુઓ, પરિપ્રેક્ષણ કરો કે તે આ સમસ્ત ઉત્તમ ગુણોને કેળવતાં જીવનભર સંયમમાં સ્થિર રહી વિચરણ કરે છે (૨) આ શબ્દનો પ્રયોગ ચિંતનની સ્વતંત્રતાનો સૂચક છે. શાસ્ત્રકાર કહે છે કે હે સાધક તો સ્વયં તારી મધ્યસ્થ તેમજ કુશાગ્રબુદ્ધિથી નિષ્પક્ષ, સમ્યક ચિંતનથી જો અને સમ્યક પ્રકારે સમજ.
આ રીતે ઉત્તમ કોટિના સાધકોની સાધનાને આદર્શ બનાવીને સાધક સ્વયંની સાધનાને દઢતમ બનાવવા નિરંતર પુરુષાર્થશીલ રહે, તેવો સૂત્રકારનો આશય જણાય છે. સમ્યકત્વની શુદ્ધિ, ગૂંચવણની વિશુદ્ધિ :| २ वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं णो लहइ समाहिं । सिया वेगे अणुगच्छति, असिया वेगे अणुगच्छति । अणुगच्छमाणेहिं अणणुगच्छमाणे कह ण णिव्विज्जे? तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । શબ્દાર્થ - વિિિનચ્છમાવજે માને = સંશય યુક્ત આત્મા, ળો રદ = પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org