________________
| લોકસાર અધ્ય-૫, ઉ: ૫
_.
[ ૨૦૧ |
उवसंतरए सारक्खमाणे । से चिट्ठइ सोयमज्झगए । से पास सव्वओ गुत्ते । पास लोए महेसिणो । जे य पण्णाणमंता पबुद्धा आरंभोवरया । सम्ममेयं ति पासह । कालस्स कंखाए परिव्वयंति । त्ति बेमि । શબ્દાર્થ :- વિ = માનો કે કોઈ એક, જેવી રીતે, દરW = તળાવ, પુછ = જલથી પરિપૂર્ણ, વિ૬ = સ્થિત છે, સમસિક સમથળ, મોમે= ભૂમિભાગ, સે વિદુ = તે સ્થિત છે, સોયમા = જળ સોતોના મધ્યમાં, સવ્વો = સર્વ તરફથી, ગુQ = સુરક્ષિત, મસિ = મહર્ષી, ને ય= અને જે, પUMામત = આગમવિદુ, પુષુલ્લા = પ્રબુદ્ધ, આરંભોવરયા = આરંભ રહિત, સમ્પલં તિ = તળ વિ સમાન છે, પણ = જુઓ–જો, નર્સ= સમાધિમરણની, વાણ = આકાંક્ષા રાખતાં, પરિવ્રુતિ = સંયમપાલન કરે. ભાવાર્થ :- હું કહું છું કે જેવી રીતે સમતલ ભૂમિમાં કોઈ નિર્મળ જળથી ભરેલું, જળચર જીવોનું રક્ષણ કરતું જળાશય હોય છે તથા તે જળ આવવાના અનેક જળસ્રોતોની મધ્યમાં સ્થિત હોય છે. તેવી જ રીતે હે શિષ્ય! તું જો, મહર્ષિ આચાર્ય પણ સગુણોથી યુક્ત, ઉપશાંત અને ગુપ્તેન્દ્રિય હોય છે. તે શ્રુતનું અનુશીલન પરિશીલન કરે છે અને અન્ય સાધુઓને પણ શ્રતનો બોધ કરાવે છે. તે મહર્ષિ આગમવેત્તા, તત્ત્વજ્ઞ અને આરંભ સમારંભથી નિવૃત્ત હોય છે. હે શિષ્ય ! તું એ પણ સમ્યક પ્રકારે જો કે પ્રબુદ્ધ સાધક આ રીતે સંયમમાં આજીવન વિચરણ કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં જલાશયના રૂપકથી મહર્ષિઓના સંયમમય જીવનને ઉપમિત કરેલ છે. વૃત્તિકારે ચાર પ્રકારના જળના સ્થાન બતાવીને આ વિષયનું વિસ્તૃત વિવેચન કર્યું છે(૧) જેમાંથી જળ નીકળે છે અને આવે પણ છે, જેમ કે સીતા અને સીસોદા નામની નદીઓના પ્રવાહમાં રહેલા જળાશય. (૨) જેમાંથી જળ નીકળે છે પરંતુ આવતું નથી, જેમ કે હિમવાન પર્વત પર રહેલ પદ્મદ્રહ. (૩) જેમાંથી જળ નીકળતું નથી પણ આવે છે, જેમ કે લવણોદધિ. (૪) જેમાંથી પાણી વહેતું પણ નથી અને આવતું પણ નથી, જેમ કે અઢીદ્વીપની બહારના સમુદ્ર.
શ્રુત (શાસ્ત્રજ્ઞાન) અને ધર્માચરણની દષ્ટિએ પ્રથમ ભંગમાં સ્થવિરકલ્પી આચાર્યનો સમાવેશ થાય છે. તેઓમાં શાસ્ત્રજ્ઞાનનું આદાન-પ્રદાન બંને હોય છે, તેઓ શાસ્ત્રજ્ઞાન તેમજ આચારનો ઉપદેશ પણ આપે છે તથા પોતે પણ ગ્રહણ અને આચરણ કરે છે. બીજા ભંગમાં તીર્થકરનો સમાવેશ થાય છે. જે શાસ્ત્રજ્ઞાનનો ઉપદેશ તો આપે છે પરંતુ લેવાની તેઓને આવશ્યક્તા રહેતી નથી. ત્રીજા ભંગમાં 'અહાનંદિક વિશિષ્ટ સાધના કરનાર સાધુનો સમાવેશ થાય છે, જે આપતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org