________________
| સમ્યકત્વ અધ્ય-૪, ૬: ૩
૧૫૫
અર્થાત્ કેવળ શાસ્ત્રજ્ઞાનની જ અપેક્ષા રાખનાર, તેના સિવાય કોઇ લક્ષ્ય નહિ રાખનાર સાધક આણાકંખીઆજ્ઞાકાંક્ષી કહેવાય છે.
ળિ:- સ્નેહ રહિત. આજ્ઞાકાંક્ષી પંડિત સાધક શરીર પ્રત્યે અથવા કોઈ પણ પદાર્થ પ્રત્યે સ્નેહ–રાગ ભાવ રાખે નહીં. તાત્પર્ય એ છે કે મોક્ષ સાધનામાં શરીરનો કિંચિત્ પણ મોહ કરવો નહીં.
મખાં પેદા – શરીરનો મોહન રાખતાં માત્ર આત્માની અનુપ્રેક્ષા કરે, આત્મહિતનો જ વિચાર કરે અથવા આત્મા સંબંધી એકત્વ ભાવના, અન્યત્વ ભાવનાની અનુપ્રેક્ષા આ પ્રમાણે કરે, જેમ કે
एकः प्रकुरुते कर्म, भुनक्त्येकश्च तत्फलम् ।
जायते म्रियते चैक, एको याति भवान्तरम् ॥१॥ આત્મા એકલો જ કર્મ કરે છે, એકલો જ તેનું ફળ ભોગવે છે, એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે, એકલો જ ભવાન્તરમાં જાય છે.
सदैकोऽहं, न मे कश्चित्, नाहमन्यस्य कस्यचित् ।
नतं पश्यामि यस्याऽहं, नासौ भावीति यो मम ॥२॥ હું હંમેશાં એકલો જ છું, મારું કોઈ નથી. હું કોઇનો નથી, જેનો હું છું તેને જોઈ શકતો નથી, જે મારું થઇ શકે તેને પણ હું જોઇ શકતો નથી. જેને મારું માનું છું તે મારું બની શકતું નથી.
સંસાર પવાડાનર્થસાર, વ , વવસ્વનઃ પર વા !
सर्वे भ्रमन्ति स्वजनाः परे च, भवन्ति भूत्वा, न भवन्ति भूयः ॥३॥
આ સંસારમાં અનર્થની જ મુખ્યતા છે આ જગતમાં કોણ કોનું છે? કોણ સ્વજન કે પરજન છે? સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં કોઇ જન્મમાં સ્વજન બને છે અને પાછા તે જ પરજન બની જાય છે. એક સમય એવો આવે છે કે જ્યારે કોઇ સ્વજન રહેતું નથી કે કોઇ પરજન રહેતું નથી.
विचिन्त्यमेतद् भवताऽहमेको, न मेऽस्ति कश्चित्पुरतो न पश्चात् ।
स्वकर्मभिर्धान्तिरियं ममैव, अहं पुरस्तादहमेव पश्चात् ॥४॥
હું એકલો જ છું એવું તમે વિચારો. પહેલાં પણ મારું કોઈ ન હતું અને પછી પણ મારું કોઈ નથી, પોતાનાં કર્મોનાં કારણે મને બીજાને મારા માનવાની ભ્રાંતિ થઇ રહી છે. વાસ્તવમાં પહેલાં પણ હું એકલો હતો અને અત્યારે પણ એકલો છું અને ભવિષ્યમાં પણ હું એકલો જ રહીશ.
एकः सदा शाश्वतिको ममात्मा, विनिर्मलः समाधिगम-स्वभावः। बहिर्भवाः सन्त्यपरे समस्ताः, न शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org