________________
| ૧૫૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જ્ઞાન સ્વભાવવાળો શુદ્ધ અને શાશ્વત એકલો આત્મા જ મારો છે, બીજા સર્વ પદાર્થો આત્માથી બહાર છે, તે શાશ્વત નથી. તે સર્વ કર્મોદયથી પ્રાપ્ત થવાના કારણે પોતાના કહેવાય છે, પણ વાસ્તવિક રૂપે તે આપણા નથી, બાહ્ય ભાવ છે.
દં અખાઈ :- અહીં શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– દ્રવ્યની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. (૧) દ્રવ્યની અપેક્ષાએ શરીરને કૃશ અને જીર્ણ કરવાની સમ્યગૂ વિવેક યુક્ત પ્રેરણા છે. સંયમ, નિયમ તેમજ તપની શક્ય હોય તેટલી વૃદ્ધિ કરે. તેમાં શરીરનું લક્ષ્ય ઓછું રાખે. કર્મથી મુક્ત થવા અને મોક્ષને પ્રાપ્ત કરવા, ઉત્કૃષ્ટતમ લક્ષ્યને પૂર્ણ સફળ કરવા માટે શરીરની ઉપેક્ષા કરીને શરીરને કૃશ કરે, શરીરની શક્તિ ક્ષીણ થઇ જાય તો પણ પરવા કરે નહિ. (૨) ભાવની અપેક્ષાએ કષાય આત્માને કૃશ કરે, જીર્ણ કરે અર્થાત્ નિરંતર કષાયોને શાંત-ઉપશાંત કરે. અત્ત સમાપ:- અહીં શાસ્ત્રકારે સાધકને કંઈક વિશેષરૂપે સાવધાન કરેલ છે કે પ્રબળતમ વૈરાગ્યની સાથે ઉગ્ર તપશ્ચર્યા કરતાં પણ આત્માની સમાધિ, ચિત્તની પ્રસન્નતા, અધ્યવસાયોની વિશુદ્ધિની પૂર્ણ કાળજી રાખે. આત્મ પરિણામ અને ઉત્સાહ સદા પ્રગતિશીલ રહે એવી પૂર્ણ સાવધાની રાખે. તાત્પર્ય એ છે કે તપશ્ચરણમાં એવો કોઈ પ્રકારનો અવિવેક ન થાય કે જેનાથી ભાવોમાં ખેદ ઉત્પન્ન થાય અથવા મનમાં ગ્લાનિ દીનતા થઈ જાય. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે વન થામ વપેદા = પોતાનું સામર્થ્ય જોઈને સાધક કર્મક્ષય કરવામાં શક્તિનો સદુપયોગ કરે. ક્રોધ ત્યાગ :| ४ विगिंच कोहं अविकंपमाणे इमं णिरुद्धाउयं संपेहाए । दुक्खं च जाण अदुवागमेस्सं । पुढो फासाई च फासे । लोय च पास विप्फदमाण । શબ્દાર્થ :- ઢોઇ વિવિ = ક્રોધ કષાયને નષ્ટ કરો, દૂર કરો, અવિપમ = અકંપ થઈને, સ્થિરતાથી, દઢતાથી, ચંચળચિત્ત થયા વિના, સં = આ, fજરુદ્ધાર્થ = રૂંધાતુ આયુષ્ય, સોપક્રમવાળું આયુ, અલ્પઆયુ, હા = જોઈને, = દુઃખ, માનસિક દુઃખ, નાળ = જાણો, અકુવા = વર્તમાન, અથવા, બાસં = ભવિષ્યકાળમાં, પુરો પાસા = ભિન્ન-ભિન્ન સ્પર્શી, દુઃખો, પાસે = સ્પર્શે છે–પ્રાપ્ત થાય છે, તો = લોક–જીવોને,
વિનાનું = દોડધામ કરતાં. ભાવાર્થ :- આ મનુષ્યજીવન અલ્પાયુ છે એમ સંપ્રેક્ષા કરતાં તે સાધક! સ્થિરતાપૂર્વક ક્રોધનો ત્યાગ કર. ક્રોધાદિથી ઉત્પન્ન થતાં વર્તમાન અથવા ભાવિના દુઃખોને જાણ. ક્રોધના કારણે જીવ ભિન્ન-ભિન્ન નરકાદિ સ્થાનોમાં દુઃખોનો અનુભવ કરે છે. આ વિષયમાં તું જો કે જગતના પ્રાણીઓ દુઃખના પ્રતિકાર માટે ચારે બાજુ દોડ દોડ કરે છે. વિવેચન :વિવિ શોરું – પૂર્વના વાક્યમાં દ્રવ્યની મુખ્યતા સાથે ભાવનું કથન છે અને આ વાક્યમાં ભાવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org