________________
[ ૧૫૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
सव्वे जीवा, सव्वे सत्ता, हंतव्वा, अज्जावेयव्वा, परिघेयव्वा, परियावेयव्वा, उद्दवेयव्वा । एत्थ वि जाणह णत्थित्थ दोसो।। શબ્દાર્થ :- આવતી = જે, જેટલા, નોકિ = આ લોકમાં, ચાવંતિ = કેટલાક, કોઈ, પુજો ઉજવાય વયંતિ = જુદા-જુદા વિવાદ કરે છે, વિ૬ ૨ = દિવ્યજ્ઞાનથી જોયેલ છે, જે = અમે, જે સુર્યઅમે ગુરુ પાસેથી સાંભળેલ છે, જે મયં = અમારો આ સિદ્ધાંત મનન કરેલ છે, માનેલ છે, સ્વીકારેલ છે, જે વિUT = અમે વિશેષ જાણેલ છે, ૐ ગઇ સિરિય હિસાસુ = ઊંચી નીચી, તિરછી દિશાઓમાં, સવ્વઓ= સર્વ પ્રકારે, સુપત્તેિદિય = સારી રીતે વિચારેલ છે, પત્થ વિં= આ વિષયમાં પણ, નાદ = જાણવું જોઈએ કે, અલ્ય = આમાં, આ પ્રમાણે, તો સ્થિ = દોષ નથી.
ભાવાર્થ :- આ લોકમાં જે કોઇ પણ શ્રમણ કે બ્રાહ્મણ છે તેઓ ભિન્ન-ભિન્ન મતનું પ્રતિપાદન કરે છે. તેમાં કોઈ કહે છે– અમે આ જોઇ લીધું છે, સાંભળી લીધું છે, મનન કરી લીધું છે અને વિશેષરૂપથી પણ જાણી લીધું છે. એટલું જ નહિ પણ ઊંચી, નીચી અને તિરછી સર્વદિશાઓમાં સર્વ તરફથી સારી રીતે તેનું નિરીક્ષણ પણ કરી લીધું છે કે સર્વ પ્રાણી, સર્વભૂત, સર્વજીવ અને સર્વ સત્ત્વ હણવા યોગ્ય છે, શાસન કરવા યોગ્ય છે, ગુલામ-દાસ બનાવવા યોગ્ય છે, પરિતાપ પહોંચાડવા યોગ્ય છે, પ્રાણ રહિત કરવા યોગ્ય છે. અહીં જાણો કે હિંસા કરવામાં કોઇ દોષ નથી.
६ तत्थ जे ते आरिया ते एवं वयासी- से दुटुिं च भे, दुस्सुयं च भे, दुम्मयं च भे, दुविण्णायंच भे, उ8 अहं तिरियं दिसासुसव्वओ दुप्पडिलेहियं च भे, जं ण तुब्भे एवं आइक्खह, एवं भासह, एवं पण्णवेह, एवं परूवेह-सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा,सव्वे सत्ता, हंतव्वा, अज्जावेयव्वा, परिपेयव्वा, परियावेयव्वा, उद्दवेयव्वा । एत्थं वि जाणह णत्थित्थ दोसो । अणारियवयणमेयं । શબ્દાર્થ -તત્વ= આ વિષયમાં, તે તે, ને મારિયા = જે આર્ય પુરુષ છે, તે = તેઓ, પર્વ વાણી = આ પ્રમાણે કહે છે, તુ જ એ= તમારો આ સિદ્ધાંત ખોટો જોયેલો છે, દોષ સહિત જોયેલો છે, ને તુ = જે તમે, અરિવયાય = આ અનાર્યવચન છે,
ભાવાર્થ :- આ જગતમાં જે પણ આર્ય–પાપકર્મોથી દૂર રહેનારા છે તેઓ અનાર્ય લોકોને એમ કહે છે કે– તમોએ ખોટું જોયું છે, ખોટું સાંભળ્યું છે, ખોટું મનન કર્યું છે, ખોટું સમજ્યા છો, ઊંચી, નીચી, તિરછી સર્વ દિશાઓમાં સર્વથા ખોટું નિરીક્ષણ કર્યું છે. જે તમે આ રીતે કહો છો, ભાષણ કરો છો, પ્રજ્ઞાપન કરો છો અને પ્રરૂપણા કરો છો કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને હણવા યોગ્ય છે, શાસન કરવા યોગ્ય છે, પકડીને દાસ બનાવવા યોગ્ય છે; પરિતાપ દેવા યોગ્ય છે; પ્રાણ રહિત કરવા યોગ્ય છે અને આ વિષયમાં એ નિશ્ચિત સમજો કે હિંસામાં કોઇ દોષ નથી. આવું તમારું આ કથન એકાંત અનાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org