________________
| સમ્યકત્વ અધ્ય-૪, ઉઃ ૨.
[ ૧૪૯]
વિવેચન :અને વતિ અલ્વી વિ Trt:- આ સૂત્રનો આશય ચાર પ્રકારે સમજી શકાય છે– (૧) સૂત્રમાં 'ઇ ' શબ્દ શ્રુતજ્ઞાની કે સામાન્ય જ્ઞાની માટે છે અને 'ના' શબ્દ સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પ્રભુને માટે છે. (૨) આ બંને શબ્દો પૂર્ણ જ્ઞાની અને અપૂર્ણ જ્ઞાની માટે કહ્યા છે. (૩) 'એગે' શબ્દથી છદ્મસ્થ અને 'જ્ઞાની' શબ્દથી કેવળજ્ઞાની સમજવા. (૪) 'એગે' શબ્દથી ચૌદ પૂર્વી વગેરે વિશિષ્ઠ શ્રુતજ્ઞાની શ્રુતકેવળી સમજવા અને 'જ્ઞાની' શબ્દથી કેવળજ્ઞાની સમજવા. આ પ્રકારે અહીં 'એગે' શબ્દની ગૂઢતાના કારણે વિવિધ અર્થ થાય છે.
આ સૂત્રથી બે પ્રકારના મર્મ પ્રગટ થાય છે– (૧) આત્મ કલ્યાણનો કે જીવન સુધારવાનો. સર્વને હિતકારી ઉપદેશ સર્વજ્ઞ તો સારી રીતે આપે જ છે, પરંતુ અલ્પજ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની પણ તે સર્વજ્ઞોના જ્ઞાનને હૃદયંગમ કરી એવો જ કલ્યાણકારી ઉપદેશ કરી શકે છે. સર્વજ્ઞના અભાવમાં સામાન્ય જ્ઞાનીઓનો ઉપદેશ પણ સમાદરણીય હોય છે. સર્વજ્ઞોના અભાવમાં સર્વજ્ઞોની વાણીને સર્વ રીતે સત્ય સમજનાર, સર્વજ્ઞોની પરંપરાથી પ્રાપ્ત આગમ શાસ્ત્રોને સર્વોપરી માનીને તેના આધારે ધર્મોપદેશ દેનાર શ્રમણોથી પણ શુદ્ધ મોક્ષમાર્ગ મેળવી શકાય છે, આત્મકલ્યાણ કરી શકાય છે. (૨) બીજો મર્મ એ છે કે 'એગે- શબ્દથી નવ પૂર્વથી ચૌદ પૂર્વ સુધીના જ્ઞાનીઓ એકાંત સમ્યગુદષ્ટિ હોવાથી તેઓનું પ્રરૂપણ કેવળજ્ઞાનીની સમાન હોય છે. તેઓ કેવળીની જેમ પૂર્ણ સત્યકથન કરી શકે છે. તે છદ્મસ્થ છતાં શ્રુતકેવળી કહેવાય છે અને તેઓના વચન કેવળજ્ઞાની તુલ્ય શ્રદ્ધેય હોય છે. સર્વજ્ઞ અને શ્રુતકેવળીની તત્ત્વ પ્રરૂપણાની શૈલી એક સમાન છે તો પછી સર્વજ્ઞ અને છદ્મસ્થતામાં અંતર શું? આ પ્રશ્ન થવો સહજ છે. તેનું સમાધાન એ છે કે સર્વજ્ઞનું જ્ઞાન નિરાવરણ હોય છે અને શ્રુત કેવળીનું જ્ઞાન સાવરણ હોય છે. કેવળી કોઈની પણ સહાયતા વિના જાણે છે અને શ્રુતકેવળી સર્વજ્ઞના ઉપદેશ દ્વારા જાણે છે.
તાત્પર્ય એ છે કે જેને સમકશ્રદ્ધા હોય, વિશિષ્ટ જ્ઞાની પાસેથી સમ્યક રીતે શ્રવણ, ગ્રહણ, અને ધારણ કર્યું હોય, મતિ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ નિર્મળ હોય તેવા સાધકો જ્ઞાનીઓના ભાવને સ્વયં સમજીને, સ્વીકારીને જિજ્ઞાસુઓને સમજાવી શકે છે. ગુરુના સાંનિધ્યથી પ્રાપ્ત જ્ઞાનના આધારે તેઓ આત્મોન્નતિનો સંદેશ કે આત્મોન્નતિનો માર્ગ બતાવી શકે છે, તેથી શુદ્ધ ધર્મતત્ત્વ વિશિષ્ટજ્ઞાનીના અભાવમાં સામાન્યજ્ઞાનીથી પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેના દ્વારા સાધક સ્વયંની સાધના કરી શકે છે. હિંસા વિષયક આર્ય અનાર્યની પ્રરૂપણા -
५ आवंती केयावंती लोयंसि समणा य माहणा य पुढो विवायं वयंति से दिटुं च णे, सुयं च णे, मयं च णे, विण्णायं च णे, उड्डे अहं तिरिय दिसासु सव्वओ सुपडिलेहियं च णे- सव्वे पाणा, सव्वे भूया,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org