________________
[ ૧૪૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
= તે અનુભવ કરે છે, ભોગવે છે. વિશ્ર્વહિં ને = દૂર કર્મોના આચરણમાં સ્થિત થઈને, જિદ્દે
વિ૬૬ = તીવ્ર દુઃખોના સ્થાન-નરકાદિમાં ચિરકાલ રહે છે, અનિદં વરદં ર્દિક અત્યંત ક્રૂર કર્મોના આચરણને નહીં કરનાર, નો વિટ્ટ જીવકુ = નરકાદિ સ્થાનોમાં નિવાસ કરતા નથી.
ભાવાર્થ :- પ્રાણીને મૃત્યુના મુખમાં ક્યારે ય ન જવું પડે એમ બનતું નથી. તોપણ કેટલાક લોકો ઇચ્છાને આધીન, માયાના નિકેતન બની અસંયમમાં લીન રહે છે, મૃત્યુથી ગ્રસિત તેઓ કર્મોનો સંગ્રહ કરી અનેક પ્રકારની યોનિઓમાં વારંવાર જન્મ ગ્રહણ કરતા રહે છે.
આ લોકમાં કેટલાક લોકો એવા છે કે તેઓને સંસારમાં વારંવાર જન્મ મરણ કરવાના કારણે દુઃખનાં સ્થાનો પરિચિત થઈ જાય છે. તેઓ ત્યાં પ્રાપ્ત થતાં દુઃખોને ભોગવતા રહે છે. અત્યંત ક્રૂર કર્મો કરવાથી તેઓને અતિભયંકર દુઃખદાયક સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને જે જીવ અત્યંત ક્રૂર કર્મો કરતા નથી તેને એવાં દુઃખમય સ્થાનોમાં ઉત્પન્ન થવું પડતું નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એ કહ્યું છે કે– પ્રમાદી જીવ વિષય કષાયમાં આસક્ત રહે છે. પોતાની અતૃપ્ત વાસનાને પૂરી કરવાની ભાવનાથી તેઓ અનેક જીવોને દુઃખ તેમજ કષ્ટ આપે છે. પોતાના સ્વાર્થને સાધવા તેઓ અનેક પ્રાણીઓનો નિર્દયતાથી વધ કરે છે. આ રીતે તેઓ ક્રૂર કર્મોમાં પ્રવૃત્ત થઈ પાપકર્મોનો સંગ્રહ કરે છે અને પરિણામે નરક, તિર્યંચાદિ યોનિઓમાં જન્મ ધારણ કરે છે. જે પ્રમાદનું સેવનકરતા નથી, તે આરંભ સમારંભાદિ દોષોથી બચી જાય છે, તેના પરિણામે નરક આદિ યોનિઓની વેદના ભોગવવી પડતી નથી, તેથી સ્પષ્ટ થાય છે કે સંસાર પરિભ્રમણનું કારણ કર્મ છે. પ્રમાદના સેવનથી પાપકર્મનો બંધ થાય છે. અને તેના કારણે નરક આદિમાં મહાવેદનાનું સંવેદન કરવું પડે છે. સાર એ છે કે સંસાર ભ્રમણના વિવિધ દુઃખોથી છૂટવા માટે સંસારના પ્રમાદાચરણનો ત્યાગ કરવો આવશ્યક છે.
છદ્મસ્થોનાં વચન પણ સમાદરણીય :| ४ एगे वयंति अदुवा वि णाणी, णाणी वयंति अदुवा वि एगे । શબ્દાર્થ :- પ = કોઈ–ચૌદ પૂર્વધારી, શ્રુતજ્ઞાનધારી, વતિ = કહે છે, મહુવા વિ- તેમજ, અથવા, પણ, ળ = જ્ઞાની, કેવળજ્ઞાની, બળા વતિ = કેવળજ્ઞાની જે કથન કરે છે, અને = કોઈ એક શ્રુત- કેવળી પણ કહે છે.
ભાવાર્થ :- જે કથન સામાન્ય શ્રુતજ્ઞાની કે શ્રુતકેવળી કરે છે તે જ કથન કેવલજ્ઞાની કરે છે, જે કથન કેવળજ્ઞાની કરે છે તે જ કથન કોઈ સામાન્ય શ્રુતજ્ઞાની કે ચૌદપૂર્વધારી શ્રુતકેવળી પણ કરે છે અર્થાત્ સભ્યશ્રદ્ધા તેમજ સમ્યજ્ઞાનવાન સાધક કેવળજ્ઞાનીઓનું અનુસરણ કરતાં પ્રરૂપણા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org