________________
સમ્યકત્વ અધ્ય-૪, ૧ : ૧
૧૪૩ |
જ ગિનિદવે :- સાધક ગહીત ધર્મની શ્રદ્ધાને ક્યારે ય છોડે નહીં. યથાતથ્ય ધર્મને પ્રાપ્ત કર્યા પછી તે ધર્મનું દઢતાથી પાલન કરે. આ પ્રકારે અહીં અહિંસા ધર્મની શ્રદ્ધાના વિકાસની પ્રેરણા આપી છે.
નિર્વેદભાવ અને લોકૈષણા ત્યાગ :| ३ दिडेहिं णिव्वेयं गच्छेज्जा । णो लोगस्सेसणं चरे । जस्स पत्थि इमा णाई अण्णा तस्स कओ सिया । શબ્દાર્થ - વિર્દિ = પ્રાપ્ત વિષયોના રંગરાગમાં, શિષ્યવં એના = વિરક્ત થઈ જાય, તોસ = સંસાર પ્રવાહ, લોકેષણા, નો વરે = ન કરે, = જેને, ન = આ લોકેષણાને ત્યાગવાની, ખારૂં 0િ = બુદ્ધિ નથી, તરસ = તેને, અU = બીજી સાવધ પ્રવૃત્તિઓ ત્યાગવાની ભાવના, વો સિયા = કેમ હોઈ શકે?
ભાવાર્થ :- મુનિ પ્રાપ્ત ઇષ્ટ–અનિષ્ટ ઇન્દ્રિય વિષયોથી નિર્વેદભાવ પ્રાપ્ત કરે, ઉદાસીનભાવ રાખે. લોકસૂચિમાં ખેંચાય નહિ, લોકૈષણામાં તણાય નહિ. જે મુમુક્ષુમાં આ લોકેષણા બુદ્ધિ (જ્ઞાતિ–સંજ્ઞા) નથી, તેનાથી અન્ય સાવધ પ્રવૃતિ કેવી રીતે થશે? અથવા જેનામાં સમ્યકત્વ સંજ્ઞા નથી કે અહિંસા બુદ્ધિ નથી, તેમાં વિવેકબુદ્ધિ કેવી રીતે થશે? અર્થાતુ ન જ થાય અથવા જેનામાં લોકેષણા ત્યાગવાની બુદ્ધિ નથી તેનામાં બીજી સાવધ પ્રવૃત્તિ ત્યાગવાની ભાવના કેમ હોઈ શકે? અર્થાતુ ન હોઈ શકે.
વિવેચન :
હિં ળેિ છેM :- સંયમ સાધક મુનિ ઇષ્ટ કે અનિષ્ટ દેખાતા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં નિર્વેદ–વૈરાગ્ય ધારણ કરે. ઇષ્ટ પ્રત્યે રાગ અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ-વૃણા કરે નહિ.
આ સૂત્ર વાક્યમાં અહિંસાના ઉપાસકોએ પદાર્થો પ્રત્યે મોહ ઘટાડવો જોઈએ એમ બતાવ્યું છે. જ્યાં મોહ છે ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થવાનો સંભવ છે જ. અહિંસાના પાલન માટે પોતાની રૂઢ માન્યતાઓ અને આદતો છોડવી પડે છે. બહારના રંગરાગ પરનો મોહ ઘટાડવાનો પ્રયોગ કરવો પડે છે. ત્યારે જ જીવનમાં નિર્વેદભાવ પ્રગટ થાય છે. દષ્યમાન પદાર્થો પ્રત્યે મોહ ઘટાડવા માટે સાધક વિચારે કે આ બહાર દેખાતું વિશ્વ એ વિચિત્ર નાટકશાળા છે. અહીં હાસ્ય, રુદન, સૌંદર્ય, ભયંકરતા, પ્રેમ, નિર્દયતા, સ્વાભાવિકતા, કૃત્રિમતા આદિ અનેક વિવિધ દશ્યો તેમાં એક પછી એક પલટાતાં નજરે પડે છે તથા એક જ સ્થાને ક્ષણે ક્ષણે નવાં નવાં રૂપો દેખાય છે. એ બધા દેખાવો જોઈ સાધક તેમાં તન્મય ન બની જતાં તેનાં કારણોને તપાસે અને દરેક પદાર્થને સમદષ્ટિથી અવલોકી, તેના મૂળકારણ અને સ્વભાવનું પૃથક્કરણ કરી તેમાંથી સર્બોધ ગ્રહણ કરીને સવૃત્તિને વિકસાવે. તે પદાર્થો પ્રત્યેની જોવા, સાંભળવાની આસક્તિને ઘટાડે તો જ નિર્વેદની સાધના સફળ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org