________________
[ ૧૪૨]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
પ્રમાણે છે
(૧) તળા- પ્રાણીઓને ડંડા, ચાબુકાદિથી મારવા, પીટવા નહીં. (૨) ન અાવેયષ્યાજબરજસ્તીથી કામ લેવું નહીં, જબરજસ્તીથી આદેશનું પાલન કરાવવું નહીં કે શાસિત કરવું નહીં. (૩)
રયજ્ઞ- ગુલામ બનાવવા નહીં, આધીન કરવા નહીં. (૪) રિયાવેજ્ઞા - પરિતાપ, સંતાપ, હેરાન કરવા, વ્યથિત કરવા નહીં. (૫) ૩યબ્બા- પ્રાણથી રહિત કરવા કે મારી નાંખવા નહીં.
આ અહિંસા ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. તેના ભાવ આ પ્રમાણે છે– સુહ- આ ધર્મમાં હિંસાદિનું મિશ્રણ નથી તેમજ પાપાનુબંધ યુક્ત નથી માટે શુદ્ધ છે. ચિં - અપરિવર્તનીય છે, સદા એક સમાન છે માટે નિત્ય છે. સાસ- હંમેશાં રહેનાર છે, નાશ પામવાનો નથી તેથી શાશ્વત છે અથવા આ ધર્મ સૈકાલિક અને સાર્વદેશિક(હંમેશાં સર્વત્ર) હોવાથી 'નિત્ય' કહેલ છે કારણ કે પંચમહાવિદેહક્ષેત્રમાં તો હંમેશાં હોય છે. તે શાશ્વત-સિદ્ધગતિનું કારણ છે માટે શાશ્વત છે.
સખ્યત્વ સિદ્ધાંતની સુરક્ષા :| २ तच्चं चेयं तहा चेयं अस्सिं चेयं पवुच्चइ । तं आइत्तु ण णिहे, ण णिक्खिवे, जाणित्तु धम्मं जहा तहा। શબ્દાર્થ :- રેવં = અને આ, તવંગ સત્ય છે, તેહ = તેમજ છે, સં = આ જિનપ્રવચનમાં જ, પર = પ્રતિપાદન કરેલ છે, તે = તે સમ્યગ્દર્શનને, આ = પ્રાપ્ત કરીને, ઉપદે ગોપન કરે નહિ, ન ઉજવે= ત્યાગ ન કરે, નહીંતહીં = યથાર્થરૂપે આજીવન પાલન કરે.
ભાવાર્થ :- અહંત પ્રરૂપિત અહિંસા ધર્મ સત્ય છે, તથ્ય છે. આ કથન અહીં અહંત પ્રવચનમાં જ સમ્યક પ્રકારથી પ્રતિપાદિત કર્યું છે. સાધક તે અરિહંત ભાષિત અહિંસા ધર્મની શ્રદ્ધાને ગ્રહણ કરી તેના આચરણ માટે પોતાની શક્તિને છુપાવે નહિ અને શ્રદ્ધાને છોડે નહિ. ધર્મનું જેવું સ્વરૂપ છે તેવું જાણી જીવન પર્યત તેનું આચરણ કરે.
વિવેચન :
તન્ન જેવું :- આ સુત્રમાં અહિંસા ધર્મની શ્રદ્ધાને દઢ કરવામાં આવી છે. સાથે જિન શાસનનો મહિમા પણ કર્યો છે કે આ અનુપમ અહિંસાનો સિદ્ધાંત જિનશાસનમાં જ કહેલ છે.
તં મફત્ત જ ઉદે:- આ સુત્ર વાક્યમાં કહ્યું છે કે અહિંસામય શ્રેષ્ઠ ધર્મને પામીને, તેનો સ્વીકાર કરીને ત્યાં જ રોકાઈ જવું નહીં પરંતુ તે શ્રદ્ધાનો વિકાસ થાય તેમ વર્તવું જોઈએ. આ સૂચન ' શિરે શબ્દથી આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org