________________
| સમ્યકત્વ અધ્ય-૪, ઉઃ ૧.
૧૪૧ |
ભાવાર્થ :- હું કહું છું – અરિહંત ભગવાન જે ભૂતકાળમાં થયા છે, વર્તમાને જે છે અને ભવિષ્યમાં જે થશે; તે સર્વ આ પ્રમાણે કથન કરે છે, આ પ્રમાણે પરિષદમાં ભાષણ કરે છે; (શિષ્યોના સંશયનું નિવારણ કરવા માટે) આ પ્રમાણે પ્રજ્ઞાપન કરે છે; (તાત્ત્વિક દષ્ટિથી) આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે– સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સર્વ સત્ત્વને લાકડી આદિથી મારવા ન જોઇએ, બળજબરીથી તેના ઉપર શાસન ચલાવવું ન જોઇએ, તેઓને દાસ બનાવવા ન જોઇએ, તેઓને પરિતાપ દેવો ન જોઇએ અને તેના પ્રાણોનો નાશ કરવો ન જોઇએ.
આ અહિંસા ધર્મ શુદ્ધ, નિત્ય અને શાશ્વત છે. ખેદજ્ઞ અરિહંતોએ લોકને સારી રીતે જાણી સર્વ માટે આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે, જેમ કે– (૧) જેઓ ધર્માચરણ માટે પ્રયત્નશીલ થયા છે (૨) હજુ પ્રયત્નશીલ થયા નથી (૩) જેઓ ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત થયા છે (૪) ઉપસ્થિત થયા નથી (૫) જેઓ (જીવોને માનસિક, વાચિક અને કાયિક) દંડ દેવાના પાપથી નિવૃત્ત થયા છે (૬) નિવૃત્ત થયા નથી (૭) જેઓ પરિગ્રહરૂપ ઉપધિ સહિત છે (૮) ઉપધિ રહિત છે (૯) જેઓ સંયોગો(મમત્વ સંબધો)માં લીન છે (૧૦) સંયોગોમાં લીન નથી.
વિવેચન :
આ સત્રમાં અહિંસાનું સમ્યક નિરૂપણ. અહિંસાની સૈકાલિક તથા સાર્વભૌમિક માન્યતા સાર્વજનિકતા તેમજ તેની સત્ય–તથ્યતાનું પ્રતિપાદન કર્યું છે. અહિંસા ધર્મ શુદ્ધ, નિત્ય, શાશ્વત છે. જે કોઈ ધર્મમાં પ્રયત્નશીલ હોય કે હજુ ધર્મમાં પ્રયત્નશીલ બન્યા ન હોય, ધર્મશ્રવણ કરવા આવ્યા હોય કે ન આવ્યા હોય, પાપી હોય કે પુણ્યશાળી, આવા સર્વ જીવો માટે અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું છે. સર્વ માટે અહિંસાધર્મ હિતકારી છે.
રે નષિ :- આ પદથી તીર્થકર ભગવાન મહાવીર દ્વારા જ્ઞાત, અતીત, અનાગત અને વર્તમાનના તીર્થકરો દ્વારા પ્રરૂપિત, અનુભૂત, કેવળજ્ઞાનથી જોયેલ અહિંસા ધર્મની સાર્વભૌમિકતાની ગણધર ભગવંતે ઘોષણા કરી છે.
આક્ર૯૬ માસ :- આખ્યાન, ભાષણ, પ્રજ્ઞાપન અને પ્રરૂપણા. આ ચાર શબ્દના અર્થમાં થોડું અંતર છે, તે આ પ્રમાણે છે– (૧) કોઇ પશ્ન પૂછે અને તેનો ઉત્તર આપવો તે આખ્યાન-કથન છે. (૨) દેવ, મનુષ્યાદિની પરિષદમાં બોલવું તે ભાષણ કહેવાય છે. (૩) શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે કહેવું તે 'પ્રજ્ઞાપન' છે. (૪) તાત્ત્વિક દષ્ટિથી કોઇ તત્ત્વનું કે પદાર્થનું નિરૂપણ કરવું તે 'પ્રરૂપણ' છે.
સબ્બે પ :- પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એક દષ્ટિએ એકાર્થક છે, જેમકે આચાર્ય જિનદાસ કહે છે કે'ક્િતા વા ત’ પરંતુ બીજી દષ્ટિએ આ શબ્દોમાં કંઇક વિશેષ અર્થ પણ કહ્યો છે. જે પૂર્વ અધ્યયનમાં સ્પષ્ટ કરેલ છે.. જ દંતબ્બા – અહીં તળાથી લઈને ૩યળ્યા સુધી હિંસાના જ વિવિધ પ્રકાર બતાવ્યા છે તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org