________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
તો ગળા :- સામાન્ય રીતે સર્વ જીવો પ્રિય વિષયોના સંયોગની અને અપ્રિય વિષયોના વિયોગની કામના કરે છે. લોકૈષણા એ પણ સંસારનું મૂળ છે. પુત્ર, ધન, કામભોગ, વિષયવાસના, વિલાસતા આદિની કામના તથા જગતમાં સારા દેખાવાની ભાવના તેમજ યશકીર્તિની ઈચ્છા થવી તે સર્વ લોકૈષણા છે. લોકૈષણાની વૃત્તિ માનકષાયનું પોષણ કરે છે. તે વૃત્તિની પૂર્તિ માટે જીવહિંસા આદિ અનેક પાપપ્રવૃત્તિઓનું સેવન કરે છે, તેથી તે કર્મબંધનું કારણ છે, આ રીતે સાધકોએ સદા સાવધાન રહી લોકૈષણાનો ત્યાગ કરવો જોઈએ.
૧૪૪
પ્રજ્ઞાવાનને પ્રબોધ :
૪ दिट्ठे सुयं मयं विण्णायं जमेयं परिकहिज्जइ । समेमाणा पलेमाणा पुणो पुणो जाइं पकप्पंति । अहो य राओ य जयमाणे धीरे सया आगयपण्णाणे, पत्ते बहिया पास, अप्पमत्ते सया परक्कमेज्जासि । त्ति बेमि ।
॥ ૧૪મો ઉદ્દેશો સમત્તો
=
શબ્દાર્થ :- વિઠ્ઠું = સર્વજ્ઞ દ્વારા જોયેલા, સુર્ય = સાંભળેલ, મયં = માનેલ, મનન કરેલ, વિખાય વિશેષ રૂપથી જાણેલ છે, ગમેય = જે આ, પરિદ્દિષ્ત્રજ્ઞ = મારાથી કહેવાય છે, સમેમાળા = બાહ્ય પદાર્થોમાં આસક્ત બનેલ, પહેમાળા – ઈન્દ્રિય વિષયોમાં–સુખોમાં તલ્લીન થયેલ, ખારૂં = એકેન્દ્રિયાદિ જાતિને, પપ્પત્તિ = પ્રાપ્ત કરે છે, અહો ય રાઓ ય = દિવસ અને રાત, જયમાળે = મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરનારા, આયપળાને = વિવેકશીલ હોય છે, પમત્તે = પ્રમાદીને, વહિયા = ધર્મથી વિમુખ, अप्पमत्ते = પ્રમાદ રહિત થઈને, પરમેન્ગાપ્તિ = સંયમ–મોક્ષમાર્ગમાં જ પરાક્રમ કરો.
ભાવાર્થ :- આજે અહિંસા ધર્મ કહેવાય છે તે સર્વજ્ઞો દ્વારા જોયેલો, સાંભળેલો, માનેલો અને વિશેષરૂપથી અનુભવેલો છે. હિંસાદિમાં પ્રવૃત્તિ કરનાર તથા તેમાં આસક્તિપૂર્વક તલ્લીન રહેનાર મનુષ્ય વારંવાર જન્મ ધારણ કરતા રહે છે. પ્રજ્ઞાવાન, ધીર સાધક મોક્ષમાર્ગમાં રાત દિવસ નિરંતર પ્રયત્ન કરે છે અને જે પ્રમાદી છે તેઓને ધર્મથી બહાર જાણ અર્થાત્ તેઓથી હંમેશાં દૂર રહે અને પોતે અપ્રમત્ત બનીને હંમેશાં અહિંસાદિ રૂપ ધર્મમાં પરાક્રમ કરે.—એમ ભગવાને કહ્યું છે.
|| પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
ભગવાન મહાવીરે પ્રત્યેક આત્મામાં જ્ઞાનાદિ અનંત ક્ષમતાઓનું નિરૂપણ કરીને સર્વને સ્વતંત્રરૂપથી સત્યની શોધ કરવાની પ્રેરણા આપી છે. ગપ્પા સ—મેસેન્ગા- આ સૂત્રથી એ કહ્યું છે કે હું કહું છું માટે સ્વીકારો એમ નહિ પરંતુ તમે તમારા આત્મામાં જ સત્યને શોધો, નિરીક્ષણ કરો. આ જ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org