________________
[ ૧૩૯ ]
( ચોથું અધ્યયન ) URAapapapapapapapapaPaPappapapapa
આ અધ્યયનનું નામ સમ્યકત્વ છે.
આ અધ્યયનમાં આધ્યાત્મિક જીવન સાથે સંબંધિત સત્યો કે સમ્યક વસ્તુ તત્ત્વનું નિરૂપણ છે. યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન, તેનું નામ સમ્યકત્વ છે. સમ્યકત્વ એ મોક્ષ પ્રાપ્તિ માટેનો મૂળ પાયો છે.
| ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૮માં મોક્ષના ચાર અંગ કહ્યા છે. તેમાં પણ સમ્યકત્વને પ્રથમ સ્થાન આપેલ છે, જેમ કે– (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યકુચારિત્ર (૪) સમ્યતા. આ ચારેય ભાવોનું પ્રતિપાદન કરવું, એ જ સમ્યકત્વ અધ્યયનનો ઉદ્દેશ છે.
સમ્યકત્વ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. ચારે ઉદ્દેશકમાં વસ્તુ તત્ત્વનું સાંગોપાંગ પ્રતિપાદન કર્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં તીર્થકરોનો અહિંસામૂલક ઉપદેશ, તેના ધર્મની મહત્તા અને અપ્રમત્ત ભાવથી આચરણની પ્રેરણા છે.
બીજા ઉદેશકમાં વિવેક બુદ્ધિથી આશ્રવના સ્થાનોમાં પણ નિર્જરા, સંસારી જીવોના દુઃખ સ્થાનોનો પરિચય, મિથ્યા મતવાળાઓના હિંસામૂલક સિદ્ધાંતનું ખંડન અને અહિંસાની સ્થાપના કરવામાં આવી
છે.
ત્રીજ ઉદેશકમાં આત્મ લક્ષ્યની મુખ્યતાની સાથે વૈરાગ્ય વૃદ્ધિનો ઉપદેશ, શરીરના મોહ ત્યાગ યુક્ત વીરતાથી કર્મક્ષયની પ્રેરણા અને અંતે કષાય અને નોકષાય ત્યાગની પ્રેરણા આપી છે.
ચોથા ઉદેશકમાં શરીરના અલક્ષ્ય સાથે તપ દ્વારા કર્મક્ષયની પ્રેરણા, કર્મસંબંધી વિચારણા અને કર્મોની સફળતા, અંતે વીતરાગ માર્ગમાં પ્રવૃત્ત થવાનાં પ્રતિજ્ઞા વાક્યો છે.
આ રીતે ચારેય ઉદ્દેશકોમાં ક્રમથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, સમ્યકતપ આ ચારે ભાવોનું સારી રીતે વિશ્લેષણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org