________________
૧૩૮
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
sill tell, offer = Hell.
ભાવાર્થ :- આ ઉપદેશ હિંસાદિ અસંયમથી નિવૃત્ત, સર્વકર્મનો નાશ કરનાર તથા નિરાવરણ દષ્ટા સર્વજ્ઞ પ્રભુનો છે કે જે પુરુષ કર્મગ્રહણનાં કારણોને રોકે છે તે પોતે કરેલા પૂર્વ કર્મનું ભેદન કરી શકે છે. પ્રશ્ન જે એ છે કે સર્વદર્શી જ્ઞાનીઓને કોઇ ઉપાધિ હોય કે ન હોય ? જવાબ એ છે કે તેને ઉપાધિ હોતીનથી. – એમ ભગવાને કહ્યું છે.
॥ ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત || ત્રીજું અધ્યયન સમાપ્ત ॥
વિવેચન :
પાસામ્સ વય સત્યજ્ઞ :- આ અધ્યયનગત સમસ્ત ઉપદેશ સામાન્ય વ્યક્તિનો નથી પરંતુ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પ્રભુનો છે, જેણે સ્વયં સમસ્ત શસ્ત્રોનો, સાવધ વ્યાપારોનો ત્યાગ કરી, સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય કર્યો હતો. આ સર્વજ્ઞ પ્રભુના ઉપદેશને હૃદયંગમ કરી જે સમસ્ત આશ્રવનો નિરોધ કરશે, વિષય, કષાય, સંસારી સંયોગ તથા સંસાર રુચિનો ત્યાગ કરશે, તે જ સ્વકૃત કર્મોનું ભેદન કરી મુક્તિને પ્રાપ્ત કરશે. અંતે જ્ઞાનીના જીવનનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે સંસારની સમસ્ત આધિ વ્યાધિ ઉપાધિઓ જ્ઞાનીને હોતી નથી. તે તો અપ્રમત્ત ભાવે શીઘ્ર મુક્તિનું વરણ કરી સંસાર પ્રપંચોથી મુક્ત થઈ જાય છે.
ચતુર્થ ઉદ્દેશક સંપૂર્ણ
ઉપસંહાર :- સંસાર પરિભ્રમણનું કારણ આસક્તિ છે. આસક્તિથી મુક્ત થવા સંયમ આવશ્યક છે. સંયમી જીવન માટે અહિંસા, સત્ય, બ્રહ્મનિષ્ઠતા, પરિગ્રહ વિરક્તિ તથા પંચેન્દ્રિય વિજેતા બનવું જરૂરી છે. સર્વ જીવોની સાથે મૈત્રીના યોગે જ સંયમ માર્ગમાં આગળ વધી શકાય છે. તેમાં ય અજાગૃત્તિ ક્ષમ્ય નથી. બાહ્ય ભાવોના યોગે સંયમ સાધનામાં પ્રમાદ આવવો શક્ય છે પરંતુ અજાગૃતિના કારણરૂપ પ્રમાદ અને કષાયની પરિણતિ, સમભાવ મૂલક સંયમના માધ્યમે દૂર થઈ જાય છે. સાનુકૂળ-પ્રતિકૂળ પરીષહ, ઉપસર્ગમાં પણ કષાયોથી વિરક્તિ આત્મશુદ્ધિના માર્ગમાં આગેકૂચ કરાવે છે કારણ કે તે સાધકની પાસે જ્ઞાનદશા હોય છે. તેના દ્વારા તે કર્મના મૂળને જાણી લે છે, અને તેનો ક્ષય કરીને સર્વજ્ઞ બને છે.
Jain Education International
જીવમાત્રના અસ્તિત્વનો સ્વીકાર કરનાર લોક પર વિજય પ્રાપ્ત કરવા, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં ખેંચાયા વિના સ્વમાં સ્થિત થઈ જાય છે. આ જ સાધનાનો રાજમાર્ગ છે.
॥ અધ્યયન-૩/૪ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org