________________
[ ૧૩૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- જે એક આત્મા ને નમાવે છે, વશમાં કરે છે; તે મન, ઇન્દ્રિય, કષાયો આદિ સર્વને નમાવે છે, વશમાં કરે છે, જીતે છે. જે સર્વને ઈન્દ્રિય અને કષાયોને નમાવે છે, વશમાં કરે છે; તે એક(આત્મા)ને નમાવે છે.
વિવેચન := Ni Mાનેઃ- જે એક આત્માને વશ કરે છે, તે મન, ઇન્દ્રિય આદિ સર્વને વશ કરે છે. જે મન, ઇન્દ્રિય આદિને વશ કરે છે; તે અવશ્ય આત્મા પર વિજય પ્રાપ્ત કરે છે, આ એક અર્થ છે અને બીજો અર્થ કષાય અને કર્મથી પણ થાય છે અર્થાતુ જે અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે છે તે માનાદિનો અથવા અપ્રત્યાખ્યાનાદિ કષાયોનો પણ ક્ષય કરે છે. તેમજ જે મોહનીય કર્મને ખપાવે છે, તે બાકીનાં સર્વ કર્મને પણ ખપાવે છે. અહીં કષાય અને કર્મના અર્થ કરતાં આત્મા, મન અને ઇન્દ્રિયને વશ કરવાનો અર્થ વિશેષ અનુકૂળ છે.
પ્રગતિશીલ વીર સાધક :| ५ दुक्खं लोगस्स जाणित्ता, वंता लोगस्स संजोगं, जंति वीरा महाजाणं । परेण परं जंति, णावकंखंति जीवियं । શબ્દાર્થ – નોનસ = લોકના, પ્રાણીઓના, વંત = ત્યાગીને, સંગીન = સંયોગ, ધન, પુત્રાદિ સંબંધ, ગતિ = પ્રાપ્ત કરે છે, મહાગા = મહાયાન, સંયમને, મોક્ષને, પણ પરં = સાધનામાં આગળ ને આગળ, નવિય = અસંયમ જીવનની, નાવલિ = ઈચ્છા કરતા નથી.
ભાવાર્થ :- વીરસાધક પ્રાણીસમૂહના દુઃખને જાણીને, સંસારના સંયોગ(મમત્વોનો ત્યાગ કરીને, મહાયાન (મોક્ષપથ) સંયમને પ્રાપ્ત કરે છે. તેઓ તેમાં આગળને આગળ વધતા જાય છે. તેઓને પછી અસંયમી જીવનની આકાંક્ષા રહેતી નથી.
વિવેચન :
તો માસ - સંસારનાં દુઃખોને જાણીને વીરપુરુષ સર્વ સંસારી સંયોગોનો ત્યાગ કરીને સંયમ સાધનામાં લીન બને છે.
પરં :- આ શબ્દના વિવિધ અપેક્ષાઓથી અર્થ થાય છે. (૧) સાધનામાં આગળ વધતાં કર્મયોગે સ્વર્ગ અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે છે. (૨) સમ્યગ્દષ્ટિ જીવ ગુણસ્થાનથી ઉત્તરોત્તર આગળ વધતાં અયોગી કેવલી ગુણસ્થાન સુધી પહોંચી ભવોપગ્રાહી–અઘાતી કર્મોનો ક્ષય કરી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. (૩) અનંતાનુબંધી કષાયનો ક્ષય થવાથી ક્રમિક દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષય થાય છે (૪) સંયમ સાધનામાં અધ્યવસાયની વિદ્ધિ થતાં ઉત્તરોત્તર શુભ લેશ્યાની પ્રાપ્તિ થાય છે. Mવજવંતિઃ- આ રીતે આગળ વધનાર સાધક ક્યારે ય પણ અસંયમ જીવનની આકાંક્ષા કરતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org