________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૪
[ ૧૩૫ ]
સંયમથી ક્યારે ય વિચલિત થતા નથી. તેઓ સંયમના નિયમોના પાલનમાં પ્રમાદ કરતા નથી, સદા પ્રગતિ જ કરતા રહે છે. એક કષાય વિજયી સર્વકષાય વિજયી :
६ एग विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एग विगिंचइ । શબ્દાર્થ :-vi = એકને, કષાયને, વિવિમાને = ક્ષય કરતા, પુદો = બીજાને પણ ,વિવિ = ક્ષય કરે છે. ભાવાર્થ :- જે કોઇપણ એક કષાયને ક્રોધને દૂર કરવામાં સફળ થાય છે તે શેષ અન્ય કષાયોને પણ દૂર કરવામાં સફળ થઇ શકે છે. જે અન્ય કષાયો માયાદિને દૂર કરી શકે છે તે ક્રોધને પણ દૂર કરી શકે છે. (વિંગિચ શબ્દ ક્રોધને દૂર કરવાના અર્થમાં આવ્યો છે).
વિવેચન :
vi વિવિમળ :- જે એક ક્રોધ કષાયને દૂર કરવામાં સફળ થાય છે તે બીજા માન, માયા તેમજ લોભને પણ દૂર કરી શકે છે. તાત્પર્ય એ છે કે જે કોઈ પણ એક કષાય પર વિજય મેળવે છે તે અન્ય કષાયો પર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે. બીજે પણ કહ્યું છે કે–વિવ વોહં વિપનાને રૂ બિરાડસહાપા આ વાક્યમાં પણ ક્રોધને દૂર કરવા માટે વિવિ' શબ્દનો પ્રયોગ કર્યો છે.
વ્યાખ્યાકારોએ આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરી છે– મોહકર્મ જ સર્વ કર્મોનો રાજા છે. મોહનો નાશ થતાં શેષ કર્મોનો નાશ કરવો સરળ બની જાય છે. જે વ્યક્તિ મોહકર્મની એક પ્રકૃતિ અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે છે, તે શેષ પ્રકૃતિઓનો પણ ક્ષય કરે છે અને જે મોહકર્મની ઘણી પ્રકૃતિઓનો ક્ષય કરે છે તે અનંતાનુબંધી ક્રોધનો નાશ કરે છે અથવા જે મોહકર્મનો ક્ષય કરે છે, તે ઘણા કર્મોનો અર્થાત્ ત્રણ ઘાતકર્મો– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો તે જ સમયે ક્ષય કરે છે અને શેષ કર્મોનો આયુકર્મના ક્ષયની સાથે ક્ષય કરે છે. જે ઘણા કર્મોનો ક્ષય કરે છે તે મોહનીય કર્મનો પણ ક્ષય કરે જ છે. શ્રદ્ધાવાનને સંચમનો આદેશ :
७ सड्डी आणाए मेहावी लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । શબ્દાર્થ :- -શ્રદ્ધાવાન, માળા= આજ્ઞા આરાધક, નેહાવી = બુદ્ધિમાન, તોr= છકાયજીવરૂપ લોક, આગાણ = જિનાજ્ઞાનુસાર, ઉપદેશથી, બસનેશ્વા = સમીક્ષા કરીને, જાણીને, અશુતોમાં - અભયદાતા. ભાવાર્થ :- વીતરાગની આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી સાધક જિનવાણીની આજ્ઞા અનુસાર છકાયરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org