________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૪ .
[ ૧૩૩ ]
શબ્દાર્થ :- સદ્ગો પલ્સ = પ્રમાદીને ચારે બાજુથી, મય= ભય છે, સમસ્ત સબ્દો = અપ્રમાદીને ચારે બાજુથી, માં = ભય હોતો નથી, ભાવાર્થ :- પ્રમાદીને ચારે બાજુથી ભય હોય છે, અપ્રમાદીને ક્યાંયથી પણ ભય હોતો નથી.
વિવેચન :
સગ્લો પત્તજ્ઞ બ – પ્રમાદી એવા પાપનો ત્યાગ નહિ કરનાર સંસારીને સર્વત્ર ભય રહે છે. પાપત્યાગી સંયમી અપ્રમત્તને કોઇ ભય રહેતો નથી. તે સર્વ રીતે નિર્ભય બની જાય છે અથવા જે પ્રમાદી છે તેને ભય-કર્મબંધ અને દુઃખની પ્રાપ્તિ થાય છે પરંતુ જે અપ્રમત્ત-સંયમભાવમાં લીન છે તેને કર્મબંધ અને દુઃખરૂપ કોઇ ભય હોતો નથી. આત્મજાગૃતિ કે આત્મસ્મૃતિના અભાવમાં જ કષાયની ઉત્પત્તિ થાય છે, માટે આ પણ એક પ્રકારનો પ્રમાદ છે. જે પ્રમાદ ગ્રસ્ત છે, તેને કષાય કે તેનાથી ઉત્પન્ન થયેલાં કર્મોના કારણે ચારે બાજુથી ભય છે. પ્રમાદી દ્રવ્યથી સર્વાત્મ પ્રદેશોથી કર્મને એકઠા કરે છે, ક્ષેત્રથી છએ દિશાઓમાંથી, કાળથી સમયે સમયે, ભાવથી હિંસાદિ તથા કષાયોથી કર્મનો સંચય કરે છે માટે પ્રમત્તને આ લોકમાં પણ ભય છે, પરલોકમાં પણ ભય છે. જે આત્મહિતમાં જાગૃત છે, તેને સંસારનો કે કર્મોનો ભય રહેતો નથી. ભયનો અર્થ દુઃખ પણ થાય છે માટે પ્રમાદાચરણ કરનાર પ્રાણીઓને સર્વત્ર દુઃખ અને માત્ર દુઃખની જ પ્રાપ્તિ થાય છે પરંતુ પ્રમાદાચરણનો ત્યાગ કરનાર અપ્રમાદી સાધક સદા દુઃખોથી મુક્ત થતા રહે છે.
પત્તિરૂ ખન્ચિ કર્થ :- ભય મોહજન્ય છે. તે ચારિત્રમોહનીયની એક પ્રકૃતિ છે, તેથી અસંયમી વ્યક્તિના જીવનમાં તેનો ઉદય હોય છે. આ સૂત્રમાં બતાવ્યું છે કે પ્રમાદી વ્યક્તિને સર્વ પ્રકારે ભય હોય છે. જ્યાં પ્રમાદ છે ત્યાં ભય છે. જ્યારે આત્મા અપ્રમત્તભાવમાં વિચરણ કરે છે, ત્યારે મનુષ્યને કોઈ ભય રહેતો નથી. તેનું કારણ એ છે કે પ્રમાદી વ્યક્તિની દષ્ટિમાં ભૌતિક પદાર્થોની મુખ્યતા છે, તેથી તેના નાશ કે વિયોગની પરિસ્થિતિ સર્જાતા જ મનમાં ભય અને કંપન ઉત્પન્ન થઈ જાય છે પરંતુ અપ્રમત્ત મુનિનું ચિંતન આત્માભિમુખી હોય છે, શરીર તેમજ અન્ય ભૌતિક સાધન તેની દષ્ટિમાં કેવળ આત્મવિકાસનાં સાધન માત્ર છે. આ સાધનો તો શું પણ દેહના નાશનો પ્રસંગ આવે તોપણ તે ભયભીત થતા નથી. બલકે પ્રસન્ન ભાવથી દેહનો ત્યાગ કરે છે. સંયમનિષ્ઠ અપ્રમત્ત વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી, તે હંમેશાં નિર્ભય થઈને વિચરે છે. અભયના દેવતા સ્વયં ભયભીત થતા નથી અને અન્ય કોઈ પણ પ્રાણીને ભયભીત કરતા નથી.
આત્મવિજયી સર્વવિજયી :| ४ जे एगं णामे से बहु णामे जे बहुं णामे से एगं णामे । શબ્દાર્થ - i = જે એકને, નાને = નમાવે છે, ક્ષય કરે છે, જીતે છે, તે નવું = તે ઘણાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org