________________
[ ૧૩ર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ :- જે પ = જે એકને, એક આત્માને, ગાળ = જાણે છે, તે = 0, સળં ગાણ સર્વને, સંયમને જાણે છે.
ભાવાર્થ :- જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે. તાત્પર્ય એ છે કે જે એક(આત્મતત્ત્વ)ને સારી રીતે સમજી લે છે તે સર્વ(સર્વવિરતિ–સંયમ)ને સારી રીતે સમજીને સ્વીકારી લે છે. જે સર્વવિરતિ-સંયમને યથાવિધિ સમજી ને પાલન કરે છે તે આત્મતત્વને સારી રીતે સમજી શકે
છે.
વિવેચન :
- ગાબડુ -જે એક આત્મસ્વરૂપને સારી રીતે જાણે છે અર્થાત્ આત્માના જન્મ, મરણ, કર્મબંધ, સંસાર પરિભ્રમણ, તેમજ કર્મક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવા સુધીની સર્વ અવસ્થાઓને જાણે છે, સમજે છે, હૃદયમાં શ્રદ્ધાથી ધારણ કરે છે, તે 'સલ્વ' સર્વવિરતિ-સંયમને પણ સમજી લે છે. તેઓ જાણીને, સમજીને સંયમનો સ્વીકાર કરે છે. ખરેખર જાણવાની સફળતા એ જ છે કે તે જ્ઞાન આચરણમાં આવી જાય. સાર એ છે કે જે એક આત્મસ્વરૂપને સમજી લે છે, તે સંયમને સમજે સ્વીકારે છે. જે સંયમને સમજીને સ્વીકારે છે, તે આત્મસ્વરૂપને સારી રીતે જાણી લે છે. આ સૂત્રમાં આગળ-પાછળ સંયમનો જ વિષય છે અને અધ્યયન પણ શીતોષ્ણીય' સંયમના પાલન વિષયક છે માટે આ અર્થ પ્રસંગાનુસાર છે.
વ્યાખ્યાકારે આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– દ્રવ્યની સૈકાલિક પર્યાયોને જાણનાર વ્યક્તિનું જ્ઞાન એટલુ વિકસિત હોય છે કે તેનામાં સર્વ દ્રવ્યોને જાણવાની ક્ષમતા હોય છે. તે જ વાસ્તવમાં એક દ્રવ્યને જાણી શકે છે. દ્રવ્યની પર્યાયો બે પ્રકારની હોય છે– સ્વપર્યાય અને પરપર્યાય. જેમ કે આત્મામાં જ્ઞાનદર્શન વગેરે સ્વપર્યાય અતિરૂપ પર્યાય છે. તે સિવાયના આખા જગતની પેન, પાટલા, કાગળ વગેરે સર્વ વસ્તુ પરપર્યાય છે, નાસ્તિપર્યાય છે. ગાય-ગાયરૂપ છે તે સ્વપર્યાય, ગાય પેન નથી, પુસ્તક નથી, ઘર નથી, ભેંસ નથી, આ બધી જ ગાયની પરપર્યાય-નાસ્તિપર્યાય છે. પોતાના દ્રવ્ય ગુણ સિવાય સમસ્ત જગતનો સમાવેશ વસ્તુના નાસ્તિપર્યાયમાં થઈ જાય છે. આ બંને પર્યાયોને જાણ્યા વિના એક દ્રવ્યને પૂર્ણતયા જાણી શકાય નહિ, માટે સ્વપર્યાય અને પરપર્યાયના આધારે એક દ્રવ્યને જાણવું એ જ સર્વ દ્રવ્યને જાણવું છે.
આધ્યાત્મિક ભાષામાં તાત્પર્ય એ છે કે- જે આત્માને જાણે છે, તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે, તે આત્માને જાણે છે. જે આત્મ સ્વરૂપને સંપૂર્ણતયા જાણી લે છે, તેમાં વસી જાય છે તે કેવલ્ય દ્વારા સર્વને જાણી લે છે. કેવળી ભગવાન જ સર્વ પર્યાય સહિત સર્વ દ્રવ્ય જાણે છે. તેઓ એક આત્મતત્ત્વને યથાર્થ રૂપે જાણે છે.
પ્રમાદીને ભય :| ३ सव्वओ पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स णत्थि भयं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org