________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ૬ : ૪
-
[ ૧૩૧ |
વિવેચન :વંતાશોરં:- આ સૂત્રમાં ક્રોધાદિ ચારે કષાયોના વમનનું કથન કરવામાં આવ્યું છે. આ એક એક કષાય ક્યારેક સંયમને પૂર્ણતયા નાશ કરે છે. તેથી સાધક તે કષાયોને વમનની જેમ ત્યાગે. વમનને કોઈ ક્યારે ય પાછું ગ્રહણ કરતા નથી તે જ રીતે સાધક પણ કષાયોને વમન તુલ્ય સમજીને તેનું પુનરાવર્તન ન કરે. સાધુ જીવનમાં ઓછામાં ઓછો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ માન, માયા અને લોભનો તો અવશ્ય ત્યાગ હોય છે. કોઈ સાધકના જીવનમાં ક્યારેક ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ તીવ્ર ક્રોધ આવી જાય; જાતિ, કુળ, બળ, રૂપ, શ્રત, તપ, લાભ તેમજ ઐશ્વર્યાદિનો મદ ઉત્પન્ન થઇ જાય; બીજાને છેતરવા કે દોષ છુપાવવાદિના રૂપમાં માયાનું સેવન થઇ જાય અથવા વધારે પડતા પદાર્થોના સંગ્રહનો લોભ જાગી જાય, તો તરત જ આત્મભાવોને સંભાળીને તે પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો જોઇએ. મનમાંથી તે કષાયોને શીધ્ર કાઢી નાખવા જોઇએ, અન્યથા તે ભાવો દઢ અને દઢતમ બની જાય છે, માટે શાસ્ત્રકારે 'વંત' શબ્દનો પ્રયોગ કર્યો છે, વૃત્તિકારે કહ્યું છે કે- ક્રોધ, માન, માયા, અને લોભનો ત્યાગ કરી દેવાથી સાધક વાસ્તવિક શ્રમણ થાય છે. પ પાસT વંશi - લોકના સમસ્ત પદાર્થોના યથાર્થ દષ્ટાને 'પશ્યક' કહે છે. તે સર્વજ્ઞ સર્વદર્શી અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી છે અને તેના ઉપદેશ તથા દર્શનને "પાસ સંસા" કહેવાય
આવામાં નિસિપ્લા બ :- આ વાક્ય આ ઉદ્દેશકમાં બે વાર આવ્યું છે. આ સૂત્રમાં અને ઉદેશકના અંતિમ સૂત્રમાં કેટલીક પ્રતોમાં 'fmસિદ્ધાં' શબ્દ નથી, 'આદાન' શબ્દનો અર્થ છે- આઠ પ્રકારના કર્મોને આત્મપ્રદેશોની સાથે જે કારણોથી ગ્રહણ કરાય છે, તે મિથ્યાત્વ આદિ પાંચ આસવ, અઢાર પાપસ્થાનક અને તેના નિમિત્ત રૂપ કષાય તે સર્વ આદાન-આશ્રવ કહેવાય છે.
આ આશ્રવઢારોને જે રોકે છે, તે સાધક પૂર્વોપાર્જિત સ્વકૃત કર્મોનો નાશ કરે છે. આ સૂત્રાશનું તાત્પર્ય એ છે કે કર્મનો સર્વથા ક્ષય કરનારને આશ્રવનો ત્યાગ કરવો આવશ્યક છે. આશ્રવોનો ત્યાગ કરવા માટે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મને સ્વીકારવો આવશ્યક છે, જે લોકો આશ્રવનો ત્યાગ કરતા નથી, સંવર સામાયિકને ગ્રહણ કરતા નથી, કોઈપણ વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી, તેઓએ આ સૂત્રથી બોધ પ્રાપ્ત કરવો જોઈએ કે કર્મક્ષય કરવા માટે આશ્રયોનો વિરોધ કરવો, હિંસાદિનો ત્યાગ કરવો તથા સંવર, સામાયિક, પૌષધ અને સંયમનો સ્વીકાર કરવો પણ આવશ્યક છે. યથાશક્તિ સુત્રોક્ત વ્રત નિયમોને ધારણ કરવા જ જોઈએ.
આત્મજ્ઞાતા સંચમજ્ઞાની :| २ जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org