________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૩
[ ૧૨૩ ]
છેદાતો નથી, મળ૬ = ભેદાતો નથી, ન સુજ્ઞ = અગ્નિથી બળાતો નથી, મૂક્ = હણાતો નથી, જે ૨ | = કોઈથી. ભાવાર્થ :- હે સાધક! ધર્માનુષ્ઠાનનો અપૂર્વ અવસર આ મનુષ્ય ભવમાં છે એમ સમજીને તું પ્રત્યેક આત્માને પોતાના આત્માની સમાન જો. તેના સુખની કાળજી રાખ અને તેઓને દુઃખ આપ નહિ. સર્વ જીવોને મારા સમાન જ સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે, એમ સમજીને મુનિ જીવોની હિંસા કરે નહિ અને બીજા પાસે ઘાત કરાવે નહિ.
શ્રમણ થઈને પણ જે પરસ્પર એક બીજાની આશંકાથી, ભયથી અથવા બીજાની હાજરીમાં તેની શરમના કારણે પાપકર્મ કરતો નથી, તો આ સ્થિતિમાં શું (પાપકર્મ નહિ કરવામાં) તેનું મુનિપણું કારણરૂપ છે? (ના). આ સ્થિતિમાં સંયમનિષ્ઠ મુનિ સંયમ સંબંધી સિદ્ધાંતનો વિચાર કરીને આત્માને સંયમાનુષ્ઠાનમાં પ્રસન્ન રાખે.
આત્મપરિણતિપૂર્વક સંયમ અને મોક્ષના જ્ઞાતા મુનિ સંયમના પરિપાલનમાં ક્યારે ય પણ પ્રમાદ કરે નહિ. ભાવોની અપ્રમત્તતાને ટકાવી રાખે. આ પ્રકારે આત્મગુપ્ત વીરપુરુષ સદા પોતાની સંયમયાત્રાનો નિર્વાહ પરિમિત આહારથી કરે. તે સાધક નાના કે મોટા તુચ્છ કે મહાન દેખાતા સર્વ પદાર્થો પ્રત્યે વિરક્તિભાવ ધારણ કરે, આસક્તિ રાખે નહિ પણ ઉદાસીનતા રાખે.
સર્વ પ્રાણીઓના ગમનાગમન, જન્મ-મરણ તેમજ તેના દુઃખોને સારી રીતે જાણીને જે સાધક રાગ અને દ્વેષરૂપ આત્યંતર દોષોથી દૂર રહે છે તે લોકમાં કોઇથી (ક્યાંય પણ) છેદાતા, ભેદાતા, દઝાડાતા અને મરાતા નથી. તે રાગદ્વેષથી રહિત આત્મા દુઃખોથી મુક્ત થઇ જાય છે. વિવેચન :
આ સૂત્રમાં મનુષ્ય ભવરૂપી અણમૂલા અવસરમાં આત્માનો વિકાસ, સમતા, આત્મશુદ્ધિ, પ્રસન્નતા, જાગૃતિ, આત્મરક્ષા, સંયમ, પરાક્રમ, વિષયોથી વિરક્તિ અને રાગદ્વેષથી દૂર રહી આધ્યાત્મિક આરોહણ કરવાનો રણકાર ગુંજી રહ્યો છે. સર્ષિ તો ના - સૂત્રમાં પ્રયુક્ત 'સંધિ' શબ્દના અર્થ આ પ્રમાણે છે– (૧) અજ્ઞાનનો નાશ અને આત્મવિકાસનો ઉદય, તે ભાવસંધિ છે. (૨) ઉદીર્ણ દર્શનમોહનીયનો ક્ષય તથા શેષ દર્શનમોહનો ઉપશમ થવાથી પ્રાપ્ત સમ્યકત્વ ભાવ સંધિ છે. (૩) વિશિષ્ટ ક્ષાપોપથમિક ભાવ પ્રાપ્ત થવાથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ તે ભાવસંધિ છે. (૪) ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત સમ્યક ચારિત્ર તે ભાવસંધિ છે. (૫) ધર્માનુષ્ઠાનના અવસરને પણ સંધિ કહેવાય છે. (૬) સંધાન, મળવું, જોડવું, કર્મોદયવશ જ્ઞાન, દર્શન, ચારિત્રના શિથિલ થતાં અધ્યવસાયને ફરી જોડવા તે સર્વ સંધિ શબ્દમાં અંતનિહિત છે.
આધ્યાત્મિક (ક્ષાયોપશમિકાદિ ભાવ) સંધિને જાણીને પ્રમાદ કરવો તે કલ્યાણકારી નથી. આધ્યાત્મિક લોકના ત્રણ સ્તંભો- જ્ઞાન, દર્શન, ચારિત્ર છે; તે તૂટે નહિ તેમ તેનું સતત રક્ષણ કરવું જોઈએ. આવો ઘડિયા પત્ત - અધ્યાત્મ જગતમાં પોતાના આત્મા સુધી જ કે પોતાના સુખ સુધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org