________________
૧૨૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
રહેવાનું નથી પરંતુ તેમાં પોતાના આત્માથી બહારના લોકમાં વ્યાપ્ત સર્વ આત્માઓનાં સુખનો વિચાર કરવાની ઘોષણા છે, તેથી સર્વ જીવોને અહીં આત્મવત્ જાણવાનું કથન છે.
તા જ તંત વિણાયા:- સર્વ જીવો પ્રત્યે આત્મવતુ સમદષ્ટિ રાખનારનું હૃદય દયા-અનુકંપાથી એવું દ્રવિત થઈ જાય કે તે કોઈની હિંસા કરે નહીં, કરાવે નહીં.
વિચ્છિા - અધ્યાત્મજ્ઞાની મુનિ પાપકર્મનો ત્યાગ ફક્ત કાયાથી કે વચનથી કરતા નથી પણ મનથી પણ કરે છે. આ સ્થિતિમાં તે પોતાના ત્યાગ પ્રતિ સતત વફાદાર રહે છે. જે વ્યક્તિ બીજા કોઈની મર્યાદા, દબાણ કે ભયથી અથવા તેના દેખતાં પાપકર્મ કરતા નથી, પરંતુ પરોક્ષમાં પાપકર્મ કરે છે તે વ્યક્તિ તેના ત્યાગમાં વફાદાર રહેતા નથી.
ખરેખર જે વ્યક્તિ વ્યવહાર–બુદ્ધિથી પ્રેરાઈને બીજાના ભય, દબાણ કે દેખતાં તેના શરમથી પાપકર્મ કરતો નથી તે સાચો ત્યાગી નથી, કારણકે તેના અંતરમાં પાપ કર્મના ત્યાગની ભાવના જાગી નથી. નિશ્ચયદષ્ટિથી તે મુનિ નથી, માત્ર વ્યવહારથી મુનિ કહેવાય છે. તેનાં પાપકર્મના ત્યાગમાં તેનું મુનિપણું કારણ નથી. સન - આ શબ્દના ત્રણ અર્થ છે- સમતા, આત્મા અને સિદ્ધાંત. આ ત્રણેયના અનુસંધાનમાં સાધકને પાપકર્મના ત્યાગની પ્રેરણા આપી છે. તેનાથી આત્મિક પ્રસન્નતા- ઉલ્લાસનો અનુભવ કરવાનું પણ કહેલ છે.
મારું ગાડું પuિળઃ -ગતિ ચાર છે. તેમાંથી કઈ ગતિનો જીવ કઈ ગતિમાં જઈ શકે છે? તેની વિચારણા કરવી જોઈએ. જેમ કે તિર્યંચ અને મનુષ્યની આગતિ અને ગતિ- ગમનાગમન ચારે ય ગતિમાં થઇ શકે છે પરંતુ દેવ અને નારકનું ગમનાગમન તિર્યંચ અને મનુષ્ય, આ બે ગતિમાં જ થઇ શકે છે. મનુષ્ય ચારેય ગતિની ગમનાગમન ક્રિયાને છેદીને પંચમગતિ, મોક્ષગતિમાં પણ જઇ શકે છે. જ્યાંથી ક્યારે ય પાછા ફરી અન્ય ગતિમાં જવાનું રહેતું નથી, કારણ કે પરિભ્રમણના મૂળ કારણરૂ૫ રાગ અને દ્વેષનો તેને નાશ થઈ ગયો છે અને વિશુદ્ધ મુક્તાત્માનું છેદન, ભેદન થતું નથી. ભૂત અને ભાવી સંબંધી માન્યતાઓ :| २ अवरेण पुव्वंण सरंति एगे, किमस्सऽतीतं किं वाऽऽगमिस्सं।
भासति एगे इह माणवा उ, जमस्स तीत त आगमिस्स ॥१॥ णातीतमटुं ण य आगमिस्सं अटुं णियच्छंति तहागया उ ।
विधूतकप्पे एयाणुपस्सी णिज्झोसइत्ता खवए महेसी ॥२॥ શબ્દાર્થ :- કવરેજ = પછી થનારી ઘટનાને, ભવિષ્યની વાતને, પુર્વ = પૂર્વે થયેલી ઘટનાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org