________________
| ૧૨૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અને સ્ત્રીઓથી વિરક્ત રહેવાની પ્રેરણા આપી છે.
જે મનુષ્ય વિષયભોગોમાં અત્યંત આસક્તિ રાખે છે, તે તેને પ્રાપ્ત કરવા માટે કુર હિંસા, મનોવિનોદ, અસત્ય ભાષણ, વ્યભિચાર, ક્રોધાદિ કષાય, પરિગ્રહાદિ વિવિધ પાપકર્મોમાં પ્રવૃત થાય છે. અહીં મુમુક્ષુઓને ઉપદેશ આપ્યો છે કે વિષયભોગોની નિસ્સારતા તેમજ જીવનની ક્ષણભંગુતાને જાણી સર્વ પાપકર્મોથી દૂર રહેવું. સાથે એ પણ કહ્યું છે કે કર્મોથી મુક્ત થઈ સંસાર સાગરથી પાર થવાનો પુરુષાર્થ તથા તેના ફળરૂપ મોક્ષની પ્રાપ્તિ આ માનવલોકમાં માનવથી જ થાય છે. દેવલોકાદિમાં દેવાદિને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જેમ નિસ્સાર વસ્તુનું ગમે તેટલું સેવન કરો તો પણ તેનાથી તૃપ્તિ થતી નથી તેમ વિષયભોગોના સેવનથી ક્યારે ય તૃપ્તિ થતી નથી. અનેક મહાપુરુષો વિષયભોગોને નિસ્સાર સમજીને સંયમાનુષ્ઠાન માટે ઉધત થઇ ગયા પછી કયારે ય પણ તેમાં લપાતા નથી.
૩વવાવં :- આ બંને પદોને કહેવાનો આશય એ છે કે મનુષ્યનાં જન્મ મરણને સર્વ લોકો જાણે છે પણ દેવોના વિષયમાં એ ભ્રમણા છે કે તેઓનું વિષયસુખોથી ભરેલું જીવન અમર હોય છે. તેઓ જન્મતા-મરતા નથી. તે વિચારણાના સમાધાન માટે ઉપપાત અને ચ્યવન આ બંને પદો દ્વારા કહ્યું છે કે દેવોનો પણ જન્મ છે, મૃત્યુ છે એટલું જ નહિ પણ વિષયભોગોની નિસ્સારતા અને જીવનની અનિત્યતા આ બંનેથી સંસારની તેમજ સંસારનાં સર્વ સ્થાનોની ક્ષણિકતા, નશ્વરતાનો ભાવ પ્રગટ કર્યો
અUM :- અનન્ય અર્થાતુ સંયમ – મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગથી કે સંયમથી અન્ય અસંયમ છે અને જે અન્યરૂપ—અસંયમરૂપ નથી તે જ્ઞાનાદિ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ 'અનન્ય' છે અને આત્મપરિણતિરૂપ જ છે, તેથી તે આત્માથી અભિન્ન 'અનન્ય' છે.
જ છો ન છાવણ :- આ પદોમાં 'છ' શબ્દનું રૂપાંતર ક્ષણ છે. 'કાજુ હિંસાવાન' હિંસાર્થક "ક્ષy ધાતુથી 'ક્ષણ' શબ્દ બન્યો છે. તેથી આ બંને પદોનો અર્થ એ છે કે પોતે હિંસા કરે નહિ, બીજા પાસે હિંસા કરાવે નહિ, ઉપલક્ષણથી હિંસા કરનારની અનુમોદના પણ કરે નહિ.
સોમવંશી :- અવમનો અર્થ છે હીન, અનવમનો અર્થ છે ઉચ્ચ. લોકમાં સર્વોચ્ચ વસ્તુ છે સંયમ માટે સંયમી અણોમદર્શી કહેવાય છે અને તેથી વિપરીત મિથ્યાત્વ, અવિરતિ આદિથી યુક્ત અસંયમી અવમદર્શી કહેવાય છે.
કષાય અને હિંસાત્યાગનો બોધ :४ कोहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे णिरयं महतं।
तम्हा हि वीरे विरए वहाओ, छिदिज्ज सोयं लहुभूयगामी ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org