________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૨
[ ૧૧૯ ]
નાગરિકોનો નાશ કરવા કટિબદ્ધ થઇ જાય છે; તેઓને અનેક પ્રકારની યાતનાઓ દેવા ઉદ્યત બને છે; અનેક દેશોને જીતીને પોતાના અધિકારમાં લઇ લે છે. આ છે તૃષ્ણાથી વ્યાકુળ બનેલ માનવીની અનેક ચિત્ત દશા. આવી અનેક ચિત્ત દશાથી કરવામાં આવેલ પાપકર્મ અને આ કૃત્યોથી સુખી થવાની ભ્રમણામાં તે નરકાદિના અસહ્ય દુઃખોને પ્રાપ્ત કરે છે.
સંયમ સમુત્થાન :| ३ आसेवित्ता एयमटुं इच्चेवेगे समुट्ठिया । तम्हा तं बिइयं णो सेवे णिस्सारं पासिय णाणी । उववायं चवणं णच्चा अणण्णं चर माहणे । से ण छणे, ण छणावए, छणतं णाणुजाणइ । णिव्विद णदि अरए पयासु अणोमदंसी णिसण्णे पावेहिं कम्मेहिं । શબ્દાર્થ :- આશિત્તા = સેવન કરીને, પથ૬= આ અર્થને, પો = કોઈ, ક્લેવ = આ પ્રમાણે, સમુફિયા = સંયમમાં સ્થિત, તન્હા = તેથી, વિદ્ય= તે બીજીવાર, જો તે = સેવન કરવું જોઈએ નહિ, ખિસ્સાર વિષય સેવન નિઃસાર છે, પલિય= જાણીને, ૩વવાયં = જન્મ, રવ = મરણને, અળખ = સંયમનું, વર= પાલન કરે, મફળ = માહણ-મુનિ, છ છછ = હિંસા કરે નહિ, છાવણ =હિંસા કરાવે નહિ, છપાતં બાપા = હિંસા કરનારની અનુમોદના કરે નહિ, નહિં= વિષયાનંદથી, નિષ્યિ = નિવૃત્ત થા, નિર્વેદ પ્રાપ્ત કર, પથાણું = સ્ત્રીઓમાં, સર = અનુરક્ત ન થા, સોમવલી = સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રવાન બની, ખિસ = નિવૃત્ત થઈ જાય છે, પાવહિં મૅર્દિ = પાપકર્મોથી. ભાવાર્થ :- કોઇ વ્યક્તિ આ સંસાર વધારનાર અસંયમનું આચરણ કરીને પણ છેલ્લે આ સર્વને છોડી સંયમ સાધનામાં જોડાઇ જાય છે. ત્યાર પછી તે જ્ઞાની પુરુષ કામભોગોને અને હિંસાદિ આસવોને નિઃસાર જાણી ક્યારે ય પણ તેનું પુનઃ સેવન કરતા નથી.
હે માહણ મુનિ! દેવોના પણ ઉપપાત-જન્મ અને ચ્યવન-મરણ નિશ્ચિત છે. આ જાણીને વિષય સુખમાં આસક્ત ન થતાં તું અનન્ય-સંયમ રૂપ મોક્ષમાર્ગનું આચરણ કર. તે સંયમશીલ મુનિ ક્યારે ય પ્રાણીઓની હિંસા સ્વયં કરે નહિ, બીજા પાસે હિંસા કરાવે નહિ અને હિંસા કરનારની અનુમોદના કરે નહિ.
હે સાધક ! તું વિષયાનંદથી વિરક્ત થા અર્થાતુ તેનો ત્યાગ કર અને સ્ત્રીઓમાં આસક્ત ન થા. અનવમદર્શી–સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષદર્શી સાધક પાપકર્મોથી નિવૃત્ત થઈ જાય છે.
વિવેચન :
આ સૂત્રમાં વિષયભોગોથી વિરક્ત બનીને સંયમ સાધનામાં જોડાયેલા સાધકને સંયમમાં સ્થિર રહેવા માટે વિષય–ભોગોની અસારતા તેમજ જીવનની અનિત્યતાનો સંદેશ આપીને હિંસા, ઐહિક આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org