________________
[ ૧૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ઊતરીને પ્રત્યેક વસ્તુ કે વિચારને જાણો-જુઓ, ચિંતન કરો, પરંતુ તેમાં રાગદ્વેષ ન કરો. પ્રકૃતિના ઉદયમાં ભળો નહિ. તટસ્થ થઇને વસ્તુ સ્વરૂપનો વિચાર કરો, આનું નામ જ્ઞાતા દૃષ્ટા છે. આ સૂત્રમાં ચાર પ્રકારના દણ બનવાનો ઉલ્લેખ કર્યો છે– (૧) સમત્વદર્શી (૨) આતંકદર્શી, (૩) નિષ્કર્મદર્શી અને (૪) પરમદર્શી. આવી જ રીતે દષ્ટભય-દષ્ટપથ થઈને, અગ્ર અને મૂળનું ઉમૂલન કરવાનો અને અંતે સંપૂર્ણ કર્મક્ષય કરવાનો સંદેશ છે.
સાંસારિક સુખ ચાળણી સમાન :| २ अणेगचित्ते खलु अयं पुरिसे, से केयणं अरिहइ पूरइत्तए । से अण्णवहाए अण्णपरियावाए अण्णपरिग्गहाए जणवयवहाए जणवय परियावाए जणवयपरिग्गहाए। શબ્દાર્થ – અને પિત્ત = ચંચળચિત્તવાળા, અર્થ = આ પુરુષ, સંસારના પ્રાણી, જય = ચાળણીને, લોભેચ્છા અથવાતૃષ્ણાને, અરિ પ્રયત્ન કરે છે, પૂરા=ભરવાની, પૂર્ણ કરવાની, સવાર = બીજા જીવોના વધ માટે, અUપરિવા= બીજાને પરિતાપ આપવા માટે, અપાપરિયા = બીજાના પરિગ્રહણ માટે, નવયવહાણ = જનપદના વધ માટે, નવાપરિયાંવાણ = જનપદને પરિતાપ આપવા માટે, નવપરિતાપ = જનપદના પરિગ્રહણ માટે.
ભાવાર્થ :- સંસારના પ્રાણીઓ અનેક ચિત્તવાળા, લાલસાઓવાળા હોય છે. જાણે તે ચાળણીને પાણીથી ભરવાની ઇચ્છા કરે છે. તૃષ્ણાની પૂર્તિ માટે વ્યાકુળ તે મનુષ્ય અન્ય જીવોના તેમજ જનપદના વધ, પરિતાપ અને પરિગ્રહણ(આધીન કરવા) માટે પાપપ્રવૃત્તિ કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં વિષયાસક્ત અસંયમી પુરુષની અનેક ચિત્તતા–વ્યાકુળતા તથા વિવેકહીનતા તેમજ તેના કારણે થનારા અનર્થોનું દિગ્દર્શન કરાવ્યું છે.
સંસારના સુખાભિલાષી પુરુષને અહીં અનેકચિત્ત બતાવેલ છે કારણ કે લોભાર્થી મનુષ્ય ખેડ, વ્યાપાર, કારખાના આદિ અનેક ધંધા કરે છે. તેનું ચિત્ત રાત દિવસ તે અનેક ધંધાઓની ઊથલ પાથલમાં લાગેલું રહે છે.
અનેક ચિત્ત પુરુષ અતિલોભી બનીને અશક્યની ઇચ્છા કરે છે તેના માટે શાસ્ત્રકારે ચાળણીનું દષ્ટાંત આપ્યું છે. જેમ ચાળણીને કોઈ પાણીથી ભરવાની ઇચ્છા કરે તો ભરી શકાય નહિ. તેમ ચાળણીરૂપ મહાતૃષ્ણાને ધનરૂપી જળથી ભરી શકાય નહિ છતાં વ્યકિત તે ભરવાની ઇચ્છા કરે છે. તે તૃષ્ણાના ખપ્પરને ભરવા અન્ય પ્રાણીઓના વધ કરે છે; તેઓને શારીરિક અને માનસિક સંતાપ આપે છે; નોકર, ચાકરાદિ અને ગાય, ભેંસાદિનો સંગ્રહ કરે છે. એટલું જ નહિ તે અત્યંત લોભથી ઉન્મત્ત થઇને સર્વ ગામ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org