________________
૧૦૮ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જે કામ ભોગો પ્રત્યે અપ્રમત્ત છે, પાપકર્મોથી ઉપરત-રહિત થઈ ગયા છે તે વીરપુરુષ આત્મ ગુપ્ત-આત્માને સુરક્ષિત રાખનાર અને ખેદજ્ઞ– પ્રાણીઓને અને પોતાને થનાર ખેદને જાણનાર હોય છે.
વિવેચન :
આ સૂત્રોમાં સાધકને વૃદ્ધત્વ, મૃત્યુ આદિ જુદા જુદા દુઃખોથી વ્યાકુળ પ્રાણીઓની દશા તેમજ તેનાં કારણો અને પરિણામો ઉપર ગંભીરતાથી વિચાર કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે એ પણ બતાવ્યું છે કે શબ્દ, રૂપાદિ કામો પ્રત્યે અનાસક્ત રહેનાર સરળાત્મા મુનિ મૃત્યુના ભયથી મુક્ત થઇ જાય છે.
અહીં વૃત્તિકારે એક શંકા કરી છે કે– દેવતા 'નિર્જર' અને 'અમર' કહેવાય છે, તો શું તેઓ મોહમૂઢ થતા નથી? અને તે શું ધર્મને સારી રીતે જાણી લેતા હશે? તેનું સમાધાન આ પ્રમાણે કર્યું છે કે – "દેવ નિર્જર કહેવાય છે પરંતુ તેમનામાં પણ જરાનો સદ્ભાવ છે કારણ કે ચ્યવન કાળ પહેલાં લેશ્યા, બળ, સુખ,પ્રભુત્વ, વર્ણાદિ ક્ષીણ થવા લાગે છે. આ એક પ્રકારની જરાવસ્થા જ છે અને મૃત્યુ તો દેવોને પણ હોય જ છે. શોક, ભયાદિ દુઃખ પણ તેને હોય છે માટે દેવ પણ મોહમૂઢ બની શકે છે. આશય એ છે કે જ્યાં શબ્દ, રૂપાદિ કામભોગો પ્રત્યે રાગ, દ્વેષાત્મક વૃત્તિ છે ત્યાં પ્રમાદ, મોહ, માયા, મૃત્યુ અને ભયાદિ અવશ્ય હોય જ છે.
sy :- શારીરિક તેમજ માનસિક દુઃખોના અગાધ સાગરમાં ડૂબેલા, આતુર, કિંકર્તવ્યમૂઢ- શું કરવું, શું ન કરવું તે વિવેકના અભાવવાળા પ્રાણીઓ. ના:- અહીં મધ્યમ પદરૂપ માયાનું કથન કરીને ઉપલક્ષણથી આદિ અને અંતના ક્રોધ, માન અને લોભ કષાયોનું પણ ગ્રહણ કરેલ છે. આ દષ્ટિએ જ વૃત્તિકારે માયીનો અર્થ કષાયવાન કરેલ છે. પના :- પાંચ, છ કે આઠ પ્રકારના પ્રમાદોનું સેવન કરનાર અથવા પાપાચરણને કરનારા પ્રમાદી કહેવાય છે. પાંચ પ્રમાદ આ પ્રમાણે છે– (૧) મદ્ય (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા (૫) વિકથા.
પ્રમાદના છ પ્રકાર – (૧) મધ (૨) નિદ્રા (૩) વિષય (૪) કષાય (૫) ધૂત (૬) અપ્રતિલેખન. -(ઠાણાંગ સૂત્ર-૬).
પ્રમાદના આઠ પ્રકાર – (૧) અજ્ઞાન–મૂઢતા (૨) સંશય (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) સ્મૃતિભ્રંશ (૭) ધર્મમાં અનાદર (૮) યોગ દુપ્રણિધાન–અશુભયોગ. (પ્રવચન સારોદ્ધાર).
ઉપરોક્ત પ્રમાદમાં કહેલા મદ્ય શબ્દનો અર્થ શરાબ આદિ માદક પદાર્થ જાણવા પરંતુ જાતિ આદિ આઠ મદ નહિ. ૩માળો, અંગુ, મારામાં આ ત્રણ શબ્દોના રહસ્યાર્થ આ પ્રમાણે છે (૧) શબ્દાદિવિષયોની ઉપેક્ષા કરનારા અનાસક્તિ રાખનારા. (૨) સરળતા- સર્વ માયાદિ કષાયોથી રહિત થનાર(૩) હંમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org