________________
શીતોષ્ણીય અધ્ય-૩, ૨ : ૧
| ૧૦૭ |
ગિરિ વેરોવર:- આ સૂત્રાશના બે પ્રકારે અર્થ થાય છે. (૧) જે સાધક જાગૃત છે અને વેરાનુબંધથી નિવૃત્ત છે તે વીર છે, કર્મોનો નાશ કરવામાં સમર્થ છે. (૨) હે વીર સાધક! સાવધાની રાખ, પાપોનો ત્યાગ કર અને હિંસાથી દૂર થા. 'જાગર' શબ્દનો આશય એ છે કે- અસંયમરૂપ ભાવ નિદ્રાનો ત્યાગ કરીને જાગૃત રહેનારા. અપ્રમત્ત થવાની પ્રેરણા :| ५ जरामच्चुवसोवणीए णरे सययं मूढे धम्मं णाभिजाणइ । पासिय आउरे पाणे अप्पमत्तो परिव्वए । मंता एयं मइमं पास, आरंभ दुक्खमिणं ति णच्चा, माई पमाई पुणरेइ गब्भं । उवेहमाणो सद्द-रूवेसु अंजू माराभिसंकी मरणा पमुच्चइ । अप्पमत्तो कामेहिं, उवरओ पावकम्मेहि, वीरे आयगुत्ते खंयण्ण । શબ્દાર્થ :- ગરમવુવતોવળી = જરા અને મૃત્યુને વશવર્તી, ઘરે = પુરુષ, સયરે - નિરંતર, મૂકે = મૂઢ છે, થF = ધર્મને, ગામના = જાણતા નથી, પાસિય= જોઈને, બાકરે પાળે = આતુર પ્રાણીઓને, ખમો = અપ્રમત્ત બનીને, પરિશ્વર = સંયમનું અનુષ્ઠાન કરે, મંતા = માનીને, પ= આ પ્રમાણે, મ = = હે મતિમાન!, પણ = જો, આરબન = આરંભજનિત છે, ફ = આ, યુજવું = દુઃખને, તિ = આ પ્રમાણે, શ્વા = જાણીને, મારું = માયાવી, પમાડું = પ્રમાદી, પુખડુ = વારંવાર પ્રાપ્ત થાય છે, મેં = ગર્ભવાસને, ૩વેદમાળો = ઉપેક્ષા કરતાં, રાગ, દ્વેષ નહિ કરતાં, સદ્-હવેલુ = શબ્દ અને રૂપાદિમાં, સંજૂ = સરળ,માયા આદિ કષાયોથી રહિત, મા રાખવી = મૃત્યુની શંકા રાખનાર, મારા પમુવ = જન્મમરણથી છૂટી જાય છે, અણમો = અપ્રમત્ત, વાર્દિ = કામભોગોથી, ૩વરો = નિવૃત્ત થયેલ, પવન્મદિં= પાપકર્મોથી, વીરે = વીર, કર્મ ક્ષય કરવામાં સમર્થ, ગાયત્તે = આત્માની રક્ષા કરનાર, હેયud = ખેદજ્ઞ, જીવોના ખેદને જાણનાર, નિપુણ.
ભાવાર્થ :- વૃદ્ધાવસ્થા અને મૃત્યુને વશ થયેલો માનવી શરીરાદિના મોહથી સતત મૂઢ બની જાય છે, તે ધર્મને જાણી શકતો નથી. આ સંસારમાં શારીરિક-માનસિક દુઃખોથી આતુર પ્રાણીઓને જોઇને સાધક સતત અપ્રમત્ત બનીને સંયમમાં વિચરણ કરે.
હે મતિમાન ! તું મનનપૂર્વક આ ભાવસુખ–દુઃખી પ્રાણીઓને જો. તેઓના તે સમસ્ત દુઃખ આરંભજન્ય છે. તે જાણીને તું અમારંભી બન. માયાવી અને પ્રમાદી જીવ વારંવાર ગર્ભમાં આવે છે અને જન્મ મરણ કરે છે.
જે સાધક શબ્દ, રૂપ આદિ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી રાગદ્વેષ કરતા નથી, તે ભૂત, આર્જવ ધર્મથી યુક્ત હોય છે અને સદા મૃત્યુની આશંકા રાખતા સંયમમાં તત્પર રહે છે. તે સાધક જન્મ મરણથી મુક્ત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org