________________
[ ૧૦૬ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આવત)ગ્રહણ કરવામાં આવેલ છે અને સ્રોત શબ્દથી મિથ્યાત્વાદિ કર્મબંધના કારણો ગ્રહણ કર્યા છે. આવર્ત શ્રોતનો અર્થ થાય છે સંસારના કારણભૂત આશ્રવો.
સ - વિષયો પ્રત્યેના રાગદ્વેષ રૂપ સંબંધ, લગાવ કે આસક્તિ અને તે દ્વારા થતાં કર્મબંધને આ સુત્રમાં સંગ કહેલ છે. "આવર્તશ્રોતસંગ" શબ્દનો અર્થ થયો સંસાર, મિથ્યાત્વાદિ આશ્રવો અને કર્મસંગ તથા કર્મસંગ કરાવનારી આસક્તિઓ.
સહનશીલતાથી દુઃખ મુક્તિ :
४ सीओसिणच्चाई से णिग्गंथे, अरइ-रइ सहे फरुसियं णो वेदेइ । जागर वेरोवरए वीरे । एवं दुक्खा पमोक्खसि । શબ્દાર્થ :- સીલિઝા = શીત,ઉષ્ણના ત્યાગી, સુખ દુઃખની લાલસાના ત્યાગી, તે = તે, fણાવે = નિગ્રંથ, બરફ રફ સહે= અરતિ અને રતિના સંયોગોમાં સમભાવ, લિવું = કોનો, નો વે = અનુભવ ન કરે, ગા૨ = જાગૃત, વેરોવર = વેરભાવથી નિવૃત્ત રહે છે, વારે = વીર, પર્વ યુવા = આ રીતે દુઃખોથી, મોવલિ = છૂટી જઈશ, મુક્ત થઈ જઈશ.
ભાવાર્થ :- જે સુખ અને દુઃખની લાલસાથી મુક્ત હોય છે, તે નિગ્રંથ છે. તેઓ રતિ, અરતિકર મુગલોના સંયોગમાં સમભાવ રાખે છે તથા કષ્ટ અને દુઃખનુ વેદન કરતા નથી. એટલે કે હે વીર ! તું સદા જાગૃત, સાવધાન રહે, તેમજ વેરાનુબંધથી અથવા પાપથી ઉપરત થા. આમ કરવાથી જ તું દુઃખ રૂપ સંસારથી મુક્ત થઈ જઈશ.
વિવેચન :
સમસિક્વાર્ફ - શીતોષ્ણ ત્યાગી સાધક અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહને સહન કરતાં તેમાં સુખ અને દુઃખનો અનુભવ ન કરે. તે શીતોષ્ણ ત્યાગી કહેવાય છે.
અ૨૬ ર સ :- જે સંયમ તપમાં થનારી અપ્રીતિ અને અરુચિને અને પદગલિક સુખની પ્રીતિને સમભાવપૂર્વક સહન કરે છે, તેના પર વિજય પ્રાપ્ત કરે છે, તે બાહ્ય આત્યંતર પરિગ્રહથી રહિત નિગ્રંથ સાધક છે. ફસિયં ો વે :- નિગ્રંથ સાધકને પરીષહો અને ઉપસર્ગો ને સહન કરવામાં જે કઠોરતા કે પીડાનો અનુભવ થાય છે તેને તે પીડારૂપે અનુભવ કરતા નથી કારણ કે તેઓ માને છે કે હું તો કર્મક્ષય કરવા ઉધત થયો છું, મારાં કર્મોનો ક્ષય કરવામાં આ પરીષહ, ઉપસર્ગાદિ સહાયક છે. વાસ્તવમાં અહિંસા આદિ ધર્મના આચરણ સમયે કેટલા ય કષ્ટો આવે છે. અજ્ઞાની કષ્ટનું વેદન કરે છે જ્યારે જ્ઞાની કષ્ટને તટસ્થ ભાવે જાણે છે પણ તેનું વેદન કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org