________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઉ : ૧
| ૧૦૫ |
ભાવાર્થ :- જે પુરુષે શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શને સમ્યક પ્રકારથી જાણી લીધા છે અને તેમાં જે રાગદ્વેષ કરતા નથી, તે આત્મવાન, જ્ઞાનવાન, વેદનાન(આચારાંગાદિ આગમોના જ્ઞાતા), ધર્મવાન અને શીલવાન હોય છે. જે પુરુષ પોતાના જ્ઞાન વિવેકથી જગતના જીવોને સારી રીતે જાણે છે અને તેની હિંસાનો ત્યાગ કરે છે, તે મુનિ કહેવાય છે. તે ધર્મવેત્તા, જુ-સરળ હોય છે. તે મુનિ સંસાર, આશ્રવ અને કર્મબંધના સ્વરૂપને જાણી તે સર્વનો ત્યાગ કરે છે.
વિવેચન :
આ સૂત્રમાં વિષયોના યથાર્થ સ્વરૂપને જાણનાર તથા તેનો ત્યાગ કરનારને જ મુનિ, નિગ્રંથ તેમજ વીર કહ્યા છે.
:- (અભિસમન્વાગત) વિષયોના ઈષ્ટ–અનિષ્ટ, મનોજ્ઞ–અમનોજ્ઞ સ્વરૂપને, તેના ઉપભોગના દુષ્પરિણામોને જ્ઞ પરિજ્ઞા દ્વારા સારી રીતે જાણે તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમનો ત્યાગ કરે તે અભિસમન્વાગત કહેવાય છે. માનં :- આત્મવાન- શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને કર્મબંધથી આત્માની રક્ષા કરનાર આત્માર્થી.
જય – જ્ઞાનવાન-જીવાદિ પદાર્થોનું અને હિતાહિતનું યથાવસ્થિત જ્ઞાન કરનાર. વેચવ – વેદવાન-જીવાદિનું સ્વરૂપ જેનાથી જાણી શકાય તે વેદો– આચારાંગાદિ આગમોના જ્ઞાતા. ધમેવ – ધર્મવાન– શ્રુત, ચારિત્રરૂપ ધર્મના અથવા સાધનાની દૃષ્ટિથી આત્મસ્વભાવ(ધર્મ)ના જ્ઞાતા. વંશવં:- બ્રહ્મવાન– અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી યુક્ત શીલવાન પુરુષ. અઢાર હજાર શીલાંગ ગુણોને ધારણ કરનાર.
જે પુરુષ શબ્દાદિ વિષયોને સારી રીતે જાણી લે છે અને તેમાં રાગ, દ્વેષ કરતા નથી તે જ વાસ્તવમાં આત્મવિદ, જ્ઞાનવિદ,વેદવિદ, ધર્મવિદ તેમજ બ્રહ્મવિદ હોય છે. વાસ્તવમાં શબ્દાદિ વિષયોની આસક્તિ, આત્મસ્વરૂપના બોધના અભાવમાં હોય છે. જેણે આત્માને સારી રીતે જાણી લીધો છે તે વિષયોમાં આસક્ત થતા નથી. પૂUMહિંદ-પ્રજ્ઞાથી લોકને જે જાણે તે મુનિ કહેવાય છે. જે સાધક અતિશ્રુત જ્ઞાનથી ઉત્પન્ન સતુ-અસત્ની વિવેક બુદ્ધિથી સર્વ પ્રાણીઓને સમ્યક પ્રકારે જાણે તે મુનિ કહેવાય છે. અહીં 'જ્ઞાની'ના અર્થમાં 'મુનિ' શબ્દનો પ્રયોગ થયો છે. અંગુ :- જે પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણવાને કારણે સરળાત્મા છે. સર્વ ઉપાધિઓથી અથવા કપટથી રહિત હોવાથી સરળગતિ-સરળમતિ છે, તે ઋજુ કહેવાય છે. આવલોવ - આ સૂત્રમાં આવર્ત શબ્દથી જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોકાદિ દુઃખરૂપ સંસારનું (ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org