________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ઃ ૧.
[ ૧૦૯ ]
મૃત્યુનું સ્મરણ રાખનાર સાધક સફળ સાધના કરીને મુક્ત થાય છે. મરણ પમુક્વ – મરણના ભયથી અથવા દુ:ખથી તે અપ્રમત્ત સાધક મુક્ત થઇ જાય છે કારણ કે આત્માના અમરત્વમાં તેને દઢ આસ્થા હોય છે.
આ સૂત્રમાં શબ્દ, રૂપાદિ કામભોગોથી સાવધાન તેમજ જાગૃત રહેનાર તથા હિંસાદિ અનેક પાપકર્મોથી વિરક્ત રહેનાર સાધકને વીર, આત્મગુપ્ત અને ખેદજ્ઞ કહીને તેને શબ્દાદિ કામભોગોની વિભિન્ન પર્યાયોથી થનાર શસ્ત્ર(અસંયમ) અને તેનાથી વિપરીત અશસ્ત્ર(સંયમ)ના ખેદજ્ઞ કહેલ છે.
કર્મ અને સંયમના જ્ઞાતા :| ६ जे पज्जवजायसत्थस्स खेयण्णे से असत्थस्स खेयण्णे । जे असत्थस्स
खेयण्णे से पज्जवजायसत्थस्स खेयण्णे । શબ્દાર્થ :- તે = જે, પHવનાથસલ્યસ્ત = વિવિધ ભેદ-પ્રભેટવાળા શસ્ત્રને, શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ માટે પ્રાણધાતક કર્મ રૂપ શસ્ત્રને, વિષય ભોગ રૂપ શસ્ત્રને. ભાવાર્થ :- જે વિવિધ પ્રકારના સંયમ ઘાતક શસ્ત્રોના સ્વરૂપને જાણે છે તે સંયમને જાણે છે. જે સંયમના સ્વરૂપને સારી રીતે જાણે છે તે વિભિન્ન શબ્દાદિ વિષયરૂપ શસ્ત્રોને પણ જાણે છે. વિવેચન :
સલ્યન્સ, આરત્યક્ષ :- આ સૂત્રમાં શસ્ત્રનો અર્થ અસંયમ અને અશસ્ત્રનો અર્થ સંયમ લેવાય છે. વિષયભોગોની પ્રાપ્તિ માટે થનારી પાપ પ્રવૃત્તિઓ આત્મગુણો અને અન્ય જીવો માટે ઘાતક છે, તેથી તે અસંયમ, શસ્ત્ર કહેવાય છે. સંયમ સ્વપર હિતકારી અને પાપરહિત અનુષ્ઠાન હોવાથી અશસ્ત્ર છે. જે ઇષ્ટ,અનિષ્ટ શબ્દાદિ વિષયોની સર્વ પર્યાયોને, તેના સંયોગ વિયોગને અને શસ્ત્રરૂપ અસંયમને જાણે છે તે સ્વપર ઉપકારી એવા અશસ્ત્રરૂપ સંયમને પણ સમજે છે. આ પ્રમાણે શસ્ત્ર અને અશસ્ત્ર બંનેને સારી રીતે જાણીને અશસ્ત્રને પ્રાપ્ત કરે છે, શસ્ત્રનો ત્યાગ કરે છે. પુષ્પવગાયત્તત્થસ-પર્યવજાત’ શબ્દના ત્રણ અર્થ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે
(૧) પર્યવજાત એટલે આત્મા. ગુણ અને પર્યાયથી યુક્ત હોવાના કારણે આત્મા 'પર્યવજાત' કહેવાય છે. આત્માની(આત્મગુણોની) ઘાત કર્મ કરે છે માટે તે શસ્ત્રરૂપ છે. આ રીતે પર્યવજાત શસ્ત્રનો અર્થ થયો કર્મ. કર્મ સ્વરૂપને જાણી, તેનો ત્યાગ કરનાર પર્યવજાત શસ્ત્રનો ખેદજ્ઞ કહેવાય છે. (૨) પર્યવજાતનો બીજો અર્થ છે કર્મ. ભેદ-પ્રભેદ રૂપ પર્યાયથી યુક્ત હોવાના કારણે કર્મ પર્યવજાત કહેવાય છે. સંયમ અને તપ નિર્જરાની પ્રવૃત્તિઓ કર્મ માટે શસ્ત્રરૂપ છે. આ વ્યાખ્યા અનુસાર પર્યવજાત શસ્ત્ર એટલે નિર્જરાના કારણો, નિર્જરાની પ્રવૃત્તિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org