________________
| ૧૦૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તેમ જાણી સંયમમાં સ્થિર થાય છે. સંયમી જીવનમાં સાધક પ્રેમ, ત્યાગ અને નિર્ભયતાના સહારે આત્માનો વિકાસ કરી મમત્વથી દૂર થાય છે અને વિષયો પ્રત્યેની આસક્તિથી બંધાયેલા તથા આત્મભાવમાં અવસ્થિત પડેલાં કર્મબંધના કારણોથી નિવૃત્ત થાય છે. ત્યાર પછી શુદ્ધાત્મ ભાવમાં સ્થિત થઈ તે સાધક લોકમાં પરિભ્રમણ કરાવનાર રાગદ્વેષના વિજેતા બની શાશ્વત સ્થાનને પામી જાય છે. છકાયના સ્વરૂપના જ્ઞાતા જ લોક ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, લોકનો વિચાર કરી શકે છે, માટે પ્રથમ અધ્યયનમાં છકાયનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અધ્યયનમાં સંસાર ઉપર વિજય મેળવવાનો ઉપદેશ કર્યો છે.
| | અધ્યયન-ર૬ સંપૂર્ણ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org