________________
| લોક વિજય અધ્ય-૨, ૩: ૬
[ ૯૯ ]
અજ્ઞાની માટે ઉપદેશની આવશ્યકતા :८ उद्देसो पासगस्स णत्थि । बाले पुण णिहे कामसमणुण्णे असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरियट्टइ । त्ति बेमि ।
॥ छट्ठो उद्देसो समत्तो ॥ बिइयं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ - ૩દ્દેશો = ઉપરોક્ત ઉપદેશ, ઉદ્દેશ્યની આવશ્યકતા, પવિત્ર જ્ઞાનવાન, આત્મદષ્ટાઓ, યથાર્થ દષ્ટાને માટે.
ભાવાર્થ :- ઉપરોક્ત ઉપદેશનો ઉદ્દેશ્ય આત્મદષ્ટાઓ કે વિવેકશીલ સંયમ આરાધક માટે નથી પરંતુ જે સ્વતઃ હિતાહિતનો નિર્ણય કરી શકતા નથી તેઓને ઉદ્દેશીને સૂત્રનો ઉપદેશ આપ્યો છે. કેટલાક બાળ -અજ્ઞાની જીવ રાગયુક્ત અને વિષયોમાં આસક્ત હોય છે, કામ–ઈચ્છા અને વિષયોને મનોજ્ઞ સમજી તેનું સેવન કરે છે, તેથી દુઃખોને શાંત કરી શકતા નથી. તેને શારીરિક દુઃખો તેમજ માનસિક રોગ-ઉદ્વેગ, ચિંતા, વ્યાકુળતા રહે છે. આ દુઃખોથી દુઃખી થયેલ વ્યક્તિ દુઃખના ચક્રમાં જ પરિભ્રમણ કરે છે. આવા જીવો માટે પણ જ્ઞાનનો ઉપદેશ છે. – એમ ભગવાને કહ્યું છે.
| છકો ઉદ્દેશક સમાપ્ત . બીજું અધ્યયન સમાપ્ત છે
વિવેચન :
આ અધ્યયનમાં વિવિધ પ્રકારનો ઉપદેશ છે. જે સંસારના પ્રાણીઓ માટે અને સાધકો માટે પણ છે. છતાં જે સાધક સાધનામાં અનવરત સાવધાન રહે છે, આત્મપ્રજ્ઞા અને વિવેકબુદ્ધિથી સ્વતઃ સંયમમાં અપ્રમત્ત ભાવે ઉન્નતિશીલ રહે છે, તે સાચા આત્મદષ્ટા હોય છે. આવા દષ્ટાઓ માટે કોઈ શિક્ષા સારણાવારણાની આવશ્યકતા હોતી નથી. જ્યારે આ અધ્યયનના અનેક સૂત્રોમાં સાધકો માટે વિધિનિષેધ સંબંધી શિક્ષાઓ છે તે કારણે આ અંતિમ સૂત્રમાં શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આત્મદષ્ટાઓને લક્ષ કરીને તે સૂચન અને નિર્દેશ નથી પરંતુ અનાત્મપ્રજ્ઞ સાધક અને સંસારના દુઃખી અજ્ઞાની પ્રાણીઓને અનુલક્ષીને જ બધો ઉપદેશ છે.
છકો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :- શાશ્વત સુખ પ્રાપ્ત કરવું એ આત્માનું લક્ષ્ય છે પરંતુ અનાદિકાળથી આત્મા વિષયોની આસક્તિથી સંસારના સંબંધોમાં જોડાઈને સ્વભાવને ચૂકી વિભાવમાં ડૂબી જાય છે. સ્વભાવિક અધ્યાસને કારણે આત્માને જે યોગ સંયોગ મળે છે, તેમાં મારાપણાની બુદ્ધિથી જકડાઈને સંસારની અભિવૃદ્ધિ કરે છે. ક્યારેક પુણ્યયોગે આત્મા પરમ પદને પ્રાપ્ત કરનાર પરમાત્માના વચનોની શ્રદ્ધા કરી, તેની આજ્ઞા અનુસાર ભોગોથી વિરક્ત થાય છે કારણ કે ભોગનું ફળ અતિ દુઃખદાયી અને સંયમનું ફળ સુખદાયી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org