________________
| લોક વિજય અધ્ય-૨, ૩: ૬
[ ૯૫ |
જન્મ અને મરણ એ દુઃખ છે અને જન્મ મરણનું મૂળ કર્મ છે, તેથી કર્મ જ વાસ્તવમાં દુઃખ છે. કુશળ પુરુષ તીર્થકર આ દુઃખની પરિજ્ઞા કહે છે અર્થાત્ દુઃખથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે.
રૂતિ ક્યું પરિણા સંબો :- સાધક કર્મને અર્થાતુ દુઃખનાં સમસ્ત કારણોને સારી રીતે જાણીને તે કારણોનો સર્વથા ત્યાગ કરે, સંયમ સ્વીકાર કરે.
આત્મદર્શી સાધક :| ५ जे अणण्णदंसी से अणण्णारामे, जे अणण्णारामे से अणण्णदंसी ।
શબ્દાર્થ :- અMUMલી = અન્ય તરફ દષ્ટિ ન રાખનારા, વસ્તુ તત્ત્વને યથાર્થરૂપે જાણનારા,
MUSIRામે = આત્મરમણ કરનારા મોક્ષમાર્ગથી બહાર રમણ કરતા નથી, અ[ UTTRIP = મોક્ષમાર્ગમાં રમણ કરે છે, અપાવલી = વસ્તુસ્વભાવને યથાર્થરૂપે જાણે છે, અન્ય તરફ દષ્ટિ રાખતા નથી.
ભાવાર્થ :- જે અન્ય તરફ દષ્ટિ રાખતા નથી તે આત્મરમણ કરનાર છે. જે આત્મરમણ કરનારા છે તે ક્યારે ય પરદોષ દષ્ટિ રાખતા નથી અથવા જે પુરુષ અનન્ય(આત્મા)ને જુએ છે, તે અનન્ય(આત્મા)માં રમણ કરે છે. જે અનન્યમાં રમણ કરે છે તે અનન્યને જુએ છે.
વિવેચન :
અળવવી અણધારી - આ બંને શબ્દો આધ્યાત્મિક રહસ્યને બતાવે છે. અધ્યાત્મ ભાષામાં ચેતનને 'સ્વ' અને જડ ને 'પર' કહે છે. પરિગ્રહ, વિષય, કષાય આદિ સર્વ અન્ય છે. જે અન્ય નથી તે અનન્ય અર્થાત્ ચેતનનું સ્વરૂપ, આત્મ સ્વભાવ તે અનન્ય છે. આત્મરમણ તેમજ આત્મદર્શનનો આ ક્રમ છે કે જે પહેલાં આત્મદર્શન કરે છે તે પછી આત્મરમણ કરે છે. જે આત્મરમણ કરે છે તે અતિ નજીકથી, સૂક્ષ્મતાથી તેમજ તન્મયતાથી સંપૂર્ણ રીતે આત્મદર્શન કરી લે છે.
રત્નત્રયની ભાષામાં એમ કહેવાય કે આત્માને જાણવો તે સમ્યજ્ઞાન અને તેની શ્રદ્ધા કરવી, તે સમ્યગ્દર્શન છે અને આત્મામાં રમણ કરવું તે સમ્યફચારિત્ર છે.
પરદષ્ટિની અપેક્ષાએ આ સૂત્રોનો અર્થ આ પ્રમાણે છે- જે બીજાના દોષોને જોતા નથી તે આત્મરમણ કરી શકે છે. જે સ્વમાં જ રમણ કરે છે તેને બીજાના જીવનને જોવાની આવશ્યકતા રહેતી નથી. તાત્પર્ય એ છે કે પરદોષ દર્શનની વૃત્તિને ત્યાગીને સ્વદોષ દર્શનની વૃત્તિને મુખ્ય કરનાર સાધક સાચા આત્મદષ્ટ બની શકે છે.
કુશળ ઉપદેષ્ટા :६ जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org