________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સ = તે દુઃખને, સુલતા = કુશળ પુરુષ, પરિઘ = જાણીને,તેનો ત્યાગ કરવાનો, સલાહતિ = ઉપદેશ આપે છે, તિ= આ રીતે, — = કર્મને, પરિણા = જાણીને, સવ્વતો = સર્વથા અર્થાત્ ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરે. ભાવાર્થ :- જે પુરષ વીતરાગની આજ્ઞાનું પાલન કરતા નથી તે સંયમ ધન- જ્ઞાનાદિ રત્નત્રયથી રહિત 'દુર્વસુ' છે. તે સંયમની સામાન્ય વિધિઓ અને નિયમોના પાલન કરવામાં પણ ગ્લાનિ-કષ્ટનો અનુભવ કરે છે.
તે વીર પુરુષ સર્વત્ર પ્રશંસા પ્રાપ્ત કરે છે, જે લોક સંયોગ ધન, પરિવારાદિ જંજાળથી દૂર થઈ જાય છે, મુક્ત બની જાય છે. તે જ વાસ્તવમાં ન્યાયમાર્ગને, મોક્ષમાર્ગને પ્રાપ્ત કરનારા 'જ્ઞાતા' કહેવાય છે.
આ સંસારમાં મનુષ્યોનાં જે દુઃખ કે દુઃખના કારણ કહ્યાં છે, તેનાથી મુક્ત થવાનો માર્ગ કુશળ પુરુષ દેખાડે છે. આ રીતે કર્મ તથા કર્મનાં કારણોને જાણીને સાધક તેનો સર્વથા ત્યાગ કરે, સંયમગ્રહણ કરે.
વિવેચન :
આ સૂત્રમાં નબળા અને વીર બંને પ્રકારના સાધકનો પરિચય આપેલ છે. જે સાધક વીતરાગની આજ્ઞાની આરાધના કરતા નથી અર્થાત્ આજ્ઞાનુસાર સારી રીતે આચરણ કરતા નથી તે જ્ઞાનાદિ રત્નત્રયરૂપ ધનથી ગરીબ બની જાય છે. જિનશાસનમાં વીતરાગ આજ્ઞાની આરાધનાને જ સંયમની આરાધના માનેલ છે. આળાપમાનમાં થH– આદિ વચનોમાં આજ્ઞા અને ધર્મનું સહ અસ્તિત્વ બતાવ્યું છે.
જ્યાં આજ્ઞા છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં આજ્ઞા છે. આજ્ઞાથી વિપરીત આચરણનો અર્થ છેસંયમ વિરુદ્ધ આચરણ. જે વીતરાગની આજ્ઞાના આરાધક છે તે સર્વત્ર પ્રશંસાને પ્રાપ્ત કરે છે. તે જ વાસ્તવમાં વીર હોય છે. તે ધર્મનો ઉપદેશ આપવામાં ક્યારે ય અચકાતા નથી. તેની વાણીમાં સત્યનો પ્રભાવ ગૂંજે છે. અક્વેડું તો સગો :- વીર સાધક ધર્માચરણ કરતાં સંસારના સંયોગો–બંધનોથી મુક્ત થઈ જાય છે. સંયોગના બે પ્રકાર છે– (૧) બાહ્ય સંયોગ-ધન, મકાન, પુત્ર પરિવારાદિ. (૨) આત્યંતર સંયોગ-રાગ, દ્વેષ, કષાય, આઠ પ્રકારના કર્માદિ. આજ્ઞાના આરાધક સંયમી આ બંને પ્રકારના સંયોગોથી મુક્ત થાય છે. પણ બાપ:- આ શબ્દના બે અભિપ્રાય છે. (૧) આ ન્યાય માર્ગ છે (સન્માર્ગ છે). તીર્થકરો દ્વારા પ્રરૂપિત માર્ગ છે. સૂયગડાંગ સૂત્રમાં–નેમા ૩થે સુયાયે તેમજ સિદ્ધિપ૪ નેશ૩યે પદ દ્વારા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું તથા મોક્ષ સ્થાનનું સૂચન કર્યું છે. (૨) પુષ નાય –આજ્ઞામાં ચાલનાર મુનિ, મોક્ષ માર્ગની તરફ લઈ જનારા નાયક, જ્ઞાની કહેવાય છે નં કુર્વ પદ્ય – દુઃખ શબ્દથી દુઃખનાં કારણોને પણ ગ્રહણ કર્યા છે. દુઃખનાં કારણો રાગદ્વેષ છે અથવા રાગ, દ્વેષાત્મક વૃત્તિથી બદ્ધ કર્મ પણ દુઃખના કારણ છે. ઉત્તરાધ્યયન સૂત્ર અ.૩૨. ગા.૭ અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org