________________
[ ૯૬]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
कत्थइ तहा पुण्णस्स कत्थइ । अवि य हणे अणाइयमाणे । एत्थं पि जाण सेयं ति णत्थि । केऽयं पुरिसे, कं च णए । एस वीरे पसंसिए जे बद्धे पडिमोयए, उड्डे अहं तिरियं दिसासु । શબ્દાર્થ –નહીં = જે રીતે, પુષ્કસ સ્થા = પુણ્યવાનને ધર્મ કહે છે, બોધ આપે છે, તથા તેવી જ રીતે, તુચ્છસ વત્થ = તુચ્છને–પુણ્યહીન વ્યક્તિને કહે છે, બોધ આપે છે, વિ ય = જો કદાચ, પાચમ = અપમાનિત થતાં રાજા આદિ, ઢ = દંડ દે, સાધુને મારે, પત્થ પિ ગાણ = આ પણ જાણવું જોઈએ કે જાણ્યા વિના ઉપદેશ આપવો, સેય તિ પત્નિ = શ્રેયસ્કર નથી, ચં પુસે = આ પુરુષ કોણ છે, વ = અને, વ = કોને, = નમસ્કાર કરે છે. ભાવાર્થ :- આત્મદર્શી સાધક જેવી રીતે પુણ્યવાન વ્યક્તિને ધર્મોપદેશ કરે છે તેવી જ રીતે તુચ્છસામાન્ય વ્યક્તિને પણ ધર્મોપદેશ કરે છે અને જે રીતે સામાન્ય વ્યક્તિને ધર્મોપદેશ કરે છે તેવી જ રીતે પુણ્યવાનને પણ ધર્મોપદેશ કરે છે.
ક્યારેક ધર્મોપદેશ કાળમાં કોઈ વ્યક્તિ કે શ્રોતા તેના સિદ્ધાંતનો અનાદર થાય તો ધર્મકથા કરનારને મારવા લાગે છે. ઉપદેશની વિધિ જાણ્યા વિના ધર્મકથા કરવી તે કલ્યાણકારી નથી તેમ જાણવું જોઈએ. ધર્મોપદેશ દેનારે પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ વ્યક્તિ(શ્રોતા) કોણ છે? કયા દેવને કે કયા સિદ્ધાંતને માને છે?
તે વીર પ્રશંસાને યોગ્ય છે જે યોગ્ય ધર્મકથા કહીને ઊંચી, નીચી અને તિરછી દિશાઓમાં રહેલ કર્મથી બંધાયેલા માનવીને મુક્ત કરે છે. વિવેચન :
આ સૂત્રમાં ધર્મકથા કરનારની કુશળતાનું વર્ણન કર્યું છે. તત્ત્વજ્ઞ ઉપદેશક નિર્ભય બની સમભાવપૂર્વક ઉપદેશ કરે છે. ઉપસ્થિત શ્રોતા સમૂહમાં કોઈ ધનાદિથી સંપન્ન હોય અથવા કોઈ ગરીબ કે સામાન્ય હોય, ધર્મનો મર્મ સમજાવવામાં સાધકને ભેદભાવ હોતો નથી. તે નિર્ભયી, નિસ્પૃહી અને યથાર્થવાદી બની સમાનરૂપે ધર્મનો ઉપદેશ આપે છે. પુvણસ –'પૂર્વાર્થ અર્થ પણ કરી શકાય છે. પૂર્ણની વ્યાખ્યા ટીકામાં આ પ્રમાણે છે
ज्ञानेश्वर्य- धनोपेतो जात्यन्वयबलान्वित : । तेजस्वी मतिवान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ।।
જે વ્યક્તિ જ્ઞાન, પ્રભુતા, ધન, જાતિ અને બળથી યુક્ત હોય, તેજસ્વી હોય, બુદ્ધિમાન હોય પ્રખ્યાત હોય તેને પૂર્ણ કહેલ છે. તેનાથી વિપરીત જે છે તેને તુચ્છ–અપૂર્ણ સમજવા જોઈએ.
સૂત્રના પ્રથમ વિભાગમાં વક્તાની નિસ્પૃહતા તથા સમભાવને કહ્યા છે પરંતુ પછીના ચરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org