________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૬
[ ૮૯ ]
દુઃખને પ્રાપ્ત કરે છે. તે પોતાના અત્યંત પ્રસાદના કારણે જ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરે છે. ત્યાં તે અત્યંત દુઃખ ભોગવે છે. સંસારમાં પ્રાણીઓ કષ્ટ પ્રાપ્ત કરે છે, તે જાણીને જ્ઞાની પુરુષ શારીરિક માનસિક ક્લેશ થાય તેવા કર્મ કરે નહીં.
સાવધ પ્રવૃત્તિથી નિવૃત્તિ એ જ સાચું જ્ઞાન, વિવેક કહેવાય છે અને તેનાથી જ કર્મોની શાંતિ, મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જાણીને વિવેકી પુરુષ સાવધ કાર્યોનો ત્યાગ કરી દે. વિવેચન :
પૂર્વના ઉદ્દેશકોમાં પરિગ્રહ તથા કામની આસક્તિથી ગ્રસ્ત મનુષ્યની મનોદશાનું વર્ણન કર્યું છે. આ સંદર્ભમાં અહીં કહ્યું છે– આસક્તિથી થનારાં દુઃખોને સમજીને સાધક કોઈ પણ પ્રકારનાં પાપકાર્ય કરે નહિ.
પાપકાર્ય નહિ કરવાના વિષયમાં ટીકાકારે પ્રસિદ્ધ અઢાર પાપસ્થાનનો નિર્દેશ કર્યો છે તે ઉપરાંત મનના જેટલા પાપપૂર્ણ સંકલ્પો હોય તેટલા પાપ થઈ શકે છે. તેની ગણના કરવી શક્ય નથી. સાધક મનને પવિત્ર કરી લે તો પાપ સ્વયં નષ્ટ થઈ જાય છે. તેથી તે કોઈ પણ પ્રકારના પાપ કરે નહિ, પાપ કરાવે નહિ, પાપની અનુમોદના પણ કરે નહિ. છનું અપાયરમ પૂફ - આ સૂત્રમાં એક ગૂઢ આધ્યાત્મિક કોયડાને સ્પષ્ટ કર્યો છે. ક્યારેક સાધક પ્રમાદી બની જાય અને કોઈ એક જીવ નિકાયની હિંસા કરે ત્યારે તે એક જીવનિકાયની હિંસા કરનાર છકાયમાંથી કોઈની પણ હિંસા કરે છે. કેમ કે જ્યારે સાધકનાં ચિત્તમાં કોઈ એક જીવકાયની હિંસાનો સંકલ્પ થાય, તો અન્ય જીવકાયની હિંસા પણ તે કરી શકે છે. તેનું તાત્પર્ય એ છે કે અખંડ અહિંસાની ચિત્તધારા જેની ખંડિત થઈ ગઈ હોય અને અહિંસાની પવિત્ર ચિત્તવૃત્તિ મલિન થઈ હોય, ત્યારે તે એક જીવકાયની હિંસા કરે અને બીજા પ્રતિ મૈત્રી અથવા કષ્ણા ભાવ રાખે એમ થવું અત્યંત કઠિન છે. એ સિવાય દરેક કાર્યોની હિંસાની સાથે બીજી અનેક કાર્યોની હિંસા, ત્રસકાયની હિંસા પણ સંભવિત છે.
બીજી અપેક્ષાએ 'છેલ્લુ' શબ્દથી પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત એવો અર્થ પણ થાય છે. તેમાં એમ સમજવું કે જો એક અહિંસાવ્રત ખંડિત થાય તો સત્યવ્રત પણ ખંડિત થાય. કારણ કે સાધકે હિંસા ત્યાગ આદિ સર્વની પ્રતિજ્ઞા કરી હોય છે. એક પ્રતિજ્ઞાનો ભંગ કરનાર બીજી પ્રતિજ્ઞાનો પણ ભંગ કરી શકે છે, કારણ કે તેના વ્રતપાલનની નિષ્ઠા અને મનોબળમાં જ્યારે એકવાર એક વ્રત માટે ઢીલાશ આવી જાય તો પછી તેના બીજા વ્રતોમાં પણ શિથિલતા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. બીજી રીતે એમ પણ સમજી શકાય કે જ્યારે અહિંસા મહાવ્રત ખંડિત થાય તો પૂર્વે કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થતાં બીજું મહાવ્રત પણ દૂષિત થાય છે. જીવોના પ્રાણોને તેની આજ્ઞા વિના નાશ કરવાથી અને તે જીવોના શરીરને ગ્રહણ કરવાથી ત્રીજું મહાવ્રત દૂષિત થાય. આ રીતે એક મહાવ્રત ખંડિત થતાં અનેક મહાવ્રત ખંડિત થાય છે.
એક પાપના સેવનથી સર્વ પાપો આવી જાય છે– છિકેપ્શન વાલી અવનિ આ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org