________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
કુશળ–સૂક્ષ્મદર્શી પુરુષ, પમાણ્ = પ્રમાદથી, અંતિમરળ = શાંતિ અર્થાત્ મોક્ષ અને મરણ અર્થાત્ સંસારના સ્વરૂપને, સંવેQ = વિચારીને, મેધમ્મ = ક્ષણભંગુરતા, શરીરની નશ્વરતા, સંપેહાર્ - વિચારીને, ખાતં = સમર્થ નથી, અતં = દૂર રહે, તે(તવ) = તને, તેહિઁ = આ ભોગોથી, i = આ, મહમય = મહાનભયનું કારણ છે, ખાવાપુખ્ત = વધ કરવો નહિ, વ = ળ = કોઈ પણ પ્રાણીનો,
સાવરે તે વીર, પસંસિ= પ્રસંશનીય છે, ૫ બિવિજ્ઞ ્ = ગભરાતા નથી, ખિન્ન થતા નથી, અલગ થતા નથી, આયાળાQ = સંયમથી.
૪
ભાવાર્થ :- ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધક સ્ત્રી સંગરૂપ મહામોહથી સદા સાવધાન રહે, વિષયો પ્રતિ અનાસક્ત રહે. કુશલ પુરુષ સ્ત્રી મોહરૂપ પ્રમાદથી બચવું જોઈએ, દૂર જ રહેવું જોઈએ, શાંતિ(મોક્ષ) અને મરણનું સમ્યક્ ચિંતન કરવું જોઈએ અથવા મરણના અસ્તિત્વનું ચિંતન કરવું જોઈએ તથા આ શરીર ક્ષણભંગુર સ્વભાવવાળું છે, આ પણ સારી રીતે વિચારતા રહેવું જોઈએ. આ ભોગો તારી અતૃપ્ત લાલસાને શાંત કરવામાં સમર્થ નથી, આ તું જો, અને તું એનાથી દૂર રહે. હે મુનિ ! આ ભોગો અતિ ભયરૂપ છે, દુઃખ રૂપ છે, તે પણ તું જો અને કોઈ પણ જીવની હિંસા કર નહિ. તે વીર પ્રશંસનીય છે, જે સંયમથી ઉદ્વિગ્ન બનતા નથી અને જે સંયમમાં હંમેશાં લીન રહે છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે પ્રભુ મહાવીરના નિર્દેશથી સાધકોને સાવધાન કર્યા છે કે સ્ત્રીમોહાસક્ત પુરુષોના માનસને, વચનોને અને તેમના દુઃખોને જાણી સંયમી સાધકોએ સ્ત્રી આસક્તિરૂપ મહામોહથી સદા દૂર રહેવું જોઈએ. સાધક ક્યારે ય સ્ત્રી મોહમાં આકર્ષાય નહિ પરંતુ તેને મહા ભયકારી, દુઃખકારી માની, સમજી, સદા સંયમભાવોમાં સ્થિર રહે. અંતે સૂત્રમાં એવા સ્થિર સાધકોને વીર અને પ્રશંસનીય કહી સમ્માનિત કર્યા છે.
ભિક્ષાચરીમાં સમભાવ :
५ ण मे देइ ण कुप्पेज्जा, थोवं लधुं ण खिंसए । पडिसेहिओ परिणमेज्जा । एयं मोणं समणुवासेज्जासि । त्ति बेमि ।
॥ પત્થો ઉદ્દેશો સમો ॥
=
શબ્દાર્થ :- મે = મને, ળ વેફ = ભિક્ષા આપતા નથી, ખ પ્લે - ક્રોધ કરવો ન જોઈએ, થોવં હાદું = થોડું મળવા ૫૨, ળ વિસર્ - નિંદા કરે નહિ, હિલ્સેટ્ટિો - ગૃહસ્થ ના કહે તો, પરિણમેન્ગા = તે ગૃહસ્થના ઘરેથી પાછો ફરી જાય, Ë મોળ - આ રીતે મુનિવ્રતનું, સમણુવાલેખ્ખાશિ - સમ્યક્ આચરણ કરવું જોઈએ.
=
:
ભાવાર્થ :- સાધુએ 'આ મને ભિક્ષા આપતા નથી' એવું વિચારી ગુસ્સે ન થવું. થોડી માત્રામાં જ ભિક્ષા મળે તોપણ દાતાની નિંદા ન કરવી. ગૃહસ્થ ભિક્ષા માટે કદાચ ના કહી દે તો પણ શાંત ભાવથી પાછા ફરી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org