________________
[
૭૩ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આશા અને સ્વચ્છંદતાનો ત્યાગ :| २ आसंच छंदं च विगिंच धीरे । तुमचेव तंसल्लमाहट्ट । जेण सिया तेण णो सिया । इणमेव णावबुज्झति जे जणा मोहपाउडा। શબ્દાર્થ – આવું ૨ છંદ ઘ= આશા અને ભોગની ઈચ્છાને, વિવિ= છોડીદો, ધીરે = હે વીર પુરુષ! તુમ રેવર તું પોતે જ, તં સન્ન = ભોગની આશારૂપ શલ્યને, આદ૯ = હૃદયમાં રાખીને દુઃખ ભોગવે છે, જે લિય = જે ઉપાયથી ભોગની પ્રાપ્તિ થાય છે, તેમાં જે સિયા = તે ઉપાયોથી ભોગની પ્રાપ્તિ થતી પણ નથી, રૂાનેવ = આ વાતને, પાલવુતિ = જાણતા નથી, ને ગણI મોરપાડા = જે લોકો મોહથી આવૃત્ત છે. ભાવાર્થ :- હે ધીર પુરુષ! તું આશા અને સ્વચ્છંદતા–મનનું ધાર્યું કરવાનું છોડી દે અર્થાત્ સંસારેચ્છાનો ત્યાગ કર અને જિનાજ્ઞામાં વિચર. એ ભોગેચ્છારૂપ કાંટાને તે જ પોતે ઉત્પન્ન કર્યો છે તેથી તેનો ત્યાગ પણ તું જ કરી શકે છે. જે ભોગ સામગ્રીથી તને સુખ લાગે છે તેનાથી ક્યારેક સુખ ન પણ મળે અર્થાત્ તે જ સુખનું સાધન દુઃખદાયક થઈ શકે છે. જે મનુષ્યો મોહોદયથી ઘેરાયેલા છે તે આ તથ્યને જાણતા નથી. સમજતા નથી.
વિવેચન :
ઉપરના બંને સૂત્રોમાં ક્રમથી મનુષ્યની ભોગેચ્છા તેમજ કામેચ્છાના કડવા પરિણામને બતાવ્યાં છે. ભોગેચ્છાને અંતર હૃદયમાં ખટકતો કાંટો કહ્યો છે અને આ કાંટાને ઉત્પન્ન કરનાર આત્મા પોતે જ છે. આત્મા પોતે જ તે કાંટાને કાઢનાર છે પરંતુ મોહથી ઘેરાયેલી બુદ્ધિવાળો માનવ આ સત્ય-તથ્યને જાણી શક્તો નથી તેથી સંસારના સુખની લાલસાથી તે દુઃખ પામે છે.
નેઇ સિયા તેજ નો સિ:- સુખના સાધન અને સુખના સંયોગ એક સરખા રહેતા નથી અર્થાત્ તે સાધન અને સંયોગ કયારેક સુખદાયી થાય છે તે જ સુખ સાધન અને સંયોગ ક્યારેક દુઃખદાયી પણ થઈ જાય છે માટે પુગલજન્ય સુખ, સંયોગજન્ય આશા અને મનની સ્વચ્છંદતાનો ત્યાગ કરવો જોઈએ તથા જિનાજ્ઞામાં રમણ કરી આત્મકલ્યાણ કરવું જોઈએ.
કામાસક્ત મનુષ્યોની દશા :| ३ थीभि लोए पव्वहिए । ते भो ! वयंति एयाई आयतणाई । से दुक्खाए मोहाए माराए णरगाए णरग-तिरिक्खाए । सययं मूढे धम्म णाभिजाणइ । શબ્દાર્થ - થff= સ્ત્રીઓના મોહથી, તોપ = લોક, સંસારના પ્રાણીઓ, પબ્ધ = પીડિત છે, બો = હે શિષ્ય! તે = તે કામી પુરુષ, સ્ત્રીમોહિત તે જીવ, વતિ = આ રીતે કથન કરે છે કે, પાછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org