________________
| લોક વિજય અધ્ય-૨, ૩ઃ૪.
|
૭૧
|
પ્રત્યેક પ્રાણીને, સાચું સુવું = સુખ અને દુઃખ ભોગવવા પડે છે. મોકાનેર = = ભોગોનો જ, પુરોતિ = વિચાર, શોક કરે છે, નેfa = આ સંસારમાં કેટલાક, માખવા = મનુષ્યોને.
ભાવાર્થ :- ક્યારેક કોઈ સમયે માનવના શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. ત્યારે તે જે સ્વજન-સ્નેહીઓની સાથે રહે છે તે જ સ્નેહીઓ રોગ આદિના કારણે તેની નિંદાઅવહેલના કરવા લાગે છે, પછી તે પણ દુઃખી થઈને તેઓની નિંદા-અવહેલના કરે છે માટે શાસ્ત્રકાર કહે છે– હે પુરુષ ! સ્વજનાદિ તારું રક્ષણ કરવામાં કે તને શરણ દેવામાં સમર્થ નથી અને તું પણ તેનું રક્ષણ કરવામાં કે શરણ દેવામાં સમર્થ થઈ શકતો નથી. દુઃખ અને સુખ પ્રત્યેક આત્માના પોત પોતાનાં છે, તે જાણીને કુટુંબીજનો પર સમભાવ રાખવો જોઈએ. આવી દુઃખની સ્થિતિમાં પણ કેટલાક મનુષ્યો સદા સુખોપભોગની જ ચિંતા કરે છે.
ત્રણે ય યોગના પ્રયત્નથી તેની પાસે થોડું કે ઘણું ધન એકત્રિત થઈ જાય છે. ધનના ભોગોપભોગમાં તે આસક્ત થાય છે. ત્યાર પછી ક્યારેક ભોગવતાં બચેલી તે સંપત્તિ સંગ્રહિત થતાં તે ઋદ્ધિ સંપન્ન બની જાય છે. કયારેક સંગ્રહિત ધનને સ્વજન સંબંધી વહેંચી લે છે, ચોર ચોરી જાય છે, રાજા લઈ લે છે, તે ધનરાશિનું નુકશાન થાય છે, સર્વથા વિનષ્ટ થાય છે અથવા તો કોઈવાર આગ લાગવાથી તે બળી જાય છે.
આ રીતે તે અજ્ઞાની જીવ બીજાને માટે દૂર કર્મો કરીને પોતે દુઃખ ઉત્પન્ન કરે છે અને તેનાથી મૂઢ બનીને વિપર્યાસતાને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
નાળિg કુવં પત્તયં સાયં- પ્રત્યેક પ્રાણીને સુખ અને દુઃખ બંને હોય છે. સંસારમાં એકાંત સુખી કે એકાંત દુઃખી કોઈ હોતા નથી, કારણ કે આઠ કર્મ દરેકને હોય છે. તેમાં પુણ્ય પ્રકૃતિ પણ છે અને પાપ પ્રકૃતિ પણ છે. સમસ્ત પ્રાણીઓ પોતાનાં કર્મના ઉદયે સુખી કે દુઃખી હોય છે.
બોવ અતિ :- રોગાક્રાંત હોવા છતાં આ સંસારના અજ્ઞાની પ્રાણીઓ માત્ર સુખ ભોગોની વિચારણામાં જ લીન રહે છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ શોક કરે છે કે મારી પાસે સર્વ સુખસામગ્રી છે છતાં રોગના કારણે તેનો ઉપભોગ કરી શકતો નથી અર્થાતુ આત્મ કલ્યાણ સાધવાની તેઓને કોઈ વિચારણા હોતી નથી.
એવા પ્રાણી સુખ ભોગ માટે ધન સંગ્રહ કરીને અંતે તે ધનને તથા તે ક્ષણિક સુખોને છોડીને ભવભ્રમણનાં દુઃખો પ્રાપ્ત કરે છે.
આ સૂત્રના પ્રારંભના સૂત્રાંશ પૂર્વે આ અધ્યયનમાં આવી ગયા છે તેમ છતાં સ્નેહીજનો, કુટુંબીજનો ધન- દોલત શરણરૂપ નથી, રક્ષણરૂપ નથી, તેવું સમજાવવા તથા આ દુનિયાની વસ્તુઓ કે વ્યકિતઓથી અનાસકત બનવા સૂત્રકારે વાંરવાર તેનું સૂચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org