________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૩ _.
|
૩
|
ઊંચગોત્ર છે. નીચ શબ્દ (નબળા સંસ્કાર)દ્વારા ઓળખવું તે નીચગોત્ર છે. તેનો સાર એ છે કે જે કુળની વાણી, વિચાર, સંસ્કાર અને વ્યવહાર સારા હોય તે ઊંચગોત્ર અને જે કુળના વાણી, વિચાર, સંસ્કાર અને વ્યવહાર સારા ન હોય તે નીચગોત્ર કહેવાય છે.
ગોત્રનો સંબંધ જાતિ સાથે નથી અથવા સ્પૃશ્યતા–અસ્પૃશ્યતા સાથે જોડવો તે પણ ભ્રમ છે. કર્મસિદ્ધાંતાનુસાર દેવગતિમાં ઊંચગોત્રનો ઉદય હોય છે. તિર્યંચ માત્રમાં નીચગોત્રનો ઉદય હોય છે. પરંતુ દેવગતિમાં પણ કિલ્વિષિક દેવ, ઊંચદેવોની દષ્ટિમાં નીચ અર્થાત્ અસ્પૃશ્ય(અસન્માનનીય) જેવા છે. જ્યારે તેનાથી વિરુદ્ધ કેટલાંક પશુ જેમ કે ગાય, ઘોડા, હાથી તથા કેટલાંક ઊંચ જાતિના કૂતરાં ઘણી જ સન્માનની દષ્ટિથી જોવાતા દેખાય છે. તે અસ્પૃશ્ય(હલકા) મનાતા નથી. જેમ ઊંચગોત્રમાં નીચ જાતિ હોય છે તેમ નીચ ગોત્રમાં પણ ઊંચ જાતિ હોય છે.
શાસ્ત્રકારે આ સુત્રમાં જાતિમદ, ગોત્રમદ આદિને ખંડિત કરતાં એ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા પોતે અનેકવાર ઊંચ-નીચગોત્રને પ્રાપ્ત થયો છે. વર્તમાને પણ તેવા ગોત્રને અનુભવી રહ્યો છે તો પછી કોણ ઊંચો ને કોણ નીચો? ઊંચ-નીચની ભાવના કેવળ એક અહંકાર છે અને અહંકાર એ 'મદ' છે. 'મદ એ નીચગોત્રના બંધનું મુખ્ય કારણ છે તેથી આ ગોત્રવાદ તેમજ માનવાદની ભાવનાથી મુક્ત બની છે તેમાં તટસ્થ રહે છે, સમત્વશીલ છે તે પંડિત કે બુદ્ધિમાન છે.
પ્રાણીઓની કર્મજન્ય અવસ્થાઓ :| २ भूएहिं जाण पडिलेह सायं । समिए एयाणुपस्सी । तं जहा- अंधत्तं बहिरत्तं मूयत्तं काणत्तं कुंटत्तं खुज्जत्तं वडभत्तं सामत्तं सबलत्तं । सह पमाए णं अणेगरूवाओ जोणीओ संधेइ, विरूवरूवे फासे पडिसंवेदेइ । से अबुज्झमाणे हतोवहते जाई-मरण अणुपरियट्टमाणे । શબ્દાર્થ – મૂfહં સર્વ પ્રાણીઓ માટે, વાળ = જાણો, જાણ, જો, પડનેદ = વિચારો કે, સર્વત્ર તે સુખાભિલાષી છે, માત્ર વિવેક સંપન્ન પુરુષ, થાણુપરસી = આ અવસ્થાઓને જુઓ.
અંધત્ત અંધત્વ(આંધળાપણું), વહિવત્ત = બધિરત્વ(બહેરાપણું), મૂત્ત = મૂંગા પણું, પિત્ત = કાણાપણું, સુંટd = પાંગળાપણું, દૂઠાપણું, ગુજd = કુબડાપણું, વમત્ત = વામનપણું, સામત્ત = શ્યામપણું, સવારનર = કાબરાપણું, પમાણ સ= પ્રમાદને કારણે, મારવાળો અનેક પ્રકારની, ગોળો = યોનિઓમાં, સંધેડુત્ર જન્મે છે, જાય છે, વિહવહવે તે = વિવિધ પ્રકારના સ્પર્શને-દુઃખોને, ડિસંવેદે = સંવેદન કરે છે, તે અનુમાણે = તે અજ્ઞાની જીવ, તવદતે = અનેક વ્યાધિઓથી પીડાય છે, ગાર્ડ- અયિકમાણે = વારંવાર જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કરતો રહે છે. ભાવાર્થ :- પ્રત્યેક જીવને સુખ પ્રિય છે, આ તું જો ! અને આના ઉપર સૂક્ષ્મદષ્ટિએ વિચાર કર. વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org