________________
|
દર
|
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
गिज्झे ? तम्हा पंडिए णो हरिसे, णो कुज्झे । શબ્દાર્થ – તે = આ જીવ, અસ૬ = અનેકવાર, ૩ળ્યા = ઊંચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે, નાયાણ = નીચગોત્રને પામ્યો છે, જો હવે = નીચ ગોત્રમાં કોઈ હીનતા નથી કે, નો રિતે = ઊંચ ગોત્રમાં કોઈ વિશેષતા કે શ્રેષ્ઠતા નથી, નો પહ૫ = અભિલાષા-સ્પૃહા કરે નહિ, રૂતિ = આ પ્રમાણે, સવા = જાણીને, જો(#) = કોણ, ગોપાવાવ = ગોત્રનો વાદ કરે, જો (જે) માળવાર્ફ = કોણ માન અપમાનનો વાદ કરે, વતિ = કયા સ્થાનમાં, ને જણે = કોણ આસક્ત થશે, અથવા લોભ કરશે? તન્હા = માટે, નો દરિલે = ઊંચ ગોત્ર પામી હર્ષિત ન થાય, નો શુ = નીચ ગોત્ર પામી દુઃખી ન થાય. ભાવાર્થ :- આ જીવ અનેકવાર ઊંચગોત્ર, અનેકવાર નીચગોત્રને પામ્યો છે, તેથી કોઈ હીન નથી કે કોઈ ઊંચ નથી. આ જાણીને ઊંચ ગોત્રની ઈચ્છા કે આકાંક્ષા કરે નહિ.
આ તથ્યવાતને જાણી લીધા પછી કોણ ગોત્રવાદી–ગોત્રાભિમાની થશે? કોણ માનવાદી થશે? અર્થાત્ બળ આદિનું માન કરશે? અને કોણ ગોત્રના વિષયમાં આસક્તિ કે અહંકાર કરશે?
તેથી વિવેકશીલ પંડિત પુરુષ ઊંચગોત્ર મળે તો હર્ષ ન કરે અને નીચગોત્ર મળે તો દુઃખી ન થાય. ઊંચગોત્રના અહમાં ફુલાય નહિ અને નીચગોત્રમાં દીનતા કે પ્લાનતાને પ્રાપ્ત કરે નહિ.
વિવેચન :
આ સૂત્રમાં આત્માની વિવિધ યોનિઓનું પરિભ્રમણ બતાવતાં કહ્યું છે કે વિવેકશીલ માનવ જાતિ, ગોત્ર આદિ અંગે અહંકાર કે હીનતાના ભાવો અનુભવે નહીં. અનાદિકાળથી કર્મના ઉદયાનુસાર પ્રાણીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિશ્વમાં એક પણ એવું સ્થાન નથી કે જ્યાં તેણે અનેકવાર જન્મ મરણ કર્યા ન હોય, કહ્યું છે કે
ण सा जाईन सा जोणी ण तं ठाणं ण तं कलं।
जत्थ ण जाओ मओ वावि एस जीवो अणंतसो ॥ એવી કોઈ જાતિ, યોનિ, સ્થાન અને કુળ નથી કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ, મરણ કર્યા ન હોય. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે–પ્રતિહાસિ તોતિ, ત્નિ પરમાણુપોષાનને વિ પાસે, ગલ્થ માં ગયે નીવે જ ગાણ વ ા મા વાવિ ા – (ભગવતી સૂત્ર, શ.૧૨ ૧.૭.) આ વિરાટ વિશ્વમાં પુદગલ પરમાણુ જેટલો પણ કોઈ પ્રદેશ નથી કે જ્યાં આ જીવે જન્મ ધારણ કર્યો ન હોય કે મૃત્યુ પામ્યો ન હોય.
અહીં ઊંચગોત્ર, નીચગોત્રનું વર્ણન છે. અહીં ગોત્ર શબ્દનો અર્થ છે– "જે કર્મના ઉદયથી શરીરધારી આત્મા જે શબ્દોથી(સંસ્કારથી) ઓળખાય છે તે ગોત્ર છે" ઊંચ શબ્દ દ્વારા ઓળખવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org