________________
[ ૧૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
(આચા. ટીકા.) ન તો તે ગૃહસ્થ બને છે કે ન તો તે મુનિભાવમાં રહે છે. તે આ પાર નથી કે પેલે પાર નથી. બંને તરફથી ભ્રષ્ટ છે. કાદવમાં ફસાયેલા હાથી ની જેમ ત્રિશંકુ જેવી તેની દશા છે. તે પોતાના મનુષ્ય જીવનને બરબાદ કરે છે. આ બંને પ્રકારના સાધક મનુષ્ય જીવન અને સંયમના સંયોગને પ્રાપ્ત કરવા છતાં તેના લાભથી વંચિત રહી જાય છે. તે બંને દયાપાત્ર છે. આવા અસફળ સાધકોનું કથન કરીને શાસ્ત્રકાર આગળના સૂત્રમાં સફળ સાધકનું દિગ્દર્શન કરાવે છે.
સંયમમાં સફળ સાધક :| ३ विमुक्का हु ते जणा जे जणा पारगामिणो, लोभमलोभेण दुगुंछमाणे लद्धे कामे णाभिगाहइ । विणा वि लोभं णिक्खम्म एस अकम्मे जाणइ पासइ । पडिलेहाए णावकखइ, एस अणगारे त्ति पवुच्चइ ।
શબ્દાર્થ :- ના = સાધક પુરુષ, પા૨mમિળો = સંયમને સફળ કરનાર, વિષયોથી દૂર રહેનાર, પારગામી છે, દુ= ખરેખર, નિશ્ચયથી, વિમુજwl= મુક્તિને પ્રાપ્ત કરનાર, મનોમેઇક અલોભવૃત્તિથી, કુકમા = દૂર કરતાં, ધૃણા કરનાર પુરુષ, ifબTI = સ્વીકારતા નથી, સેવન કરતા નથી, તો એ વિ વિ = લોભ રહિત થઈને, લોભનો ત્યાગ કરીને, જિલ્લગ્ન = પ્રવ્રજ્યા અંગીકાર કરીને, પણ = આ પ્રશ્ય, અને = કર્મથી રહિત, નાપા = જાણે છે, પરંફ = જુએ છે, 7િ = અણગાર છે એમ, પવુqફ = કહેવાને યોગ્ય છે, પડિદા = પ્રતિલેખન કરીને, કષાયના પરિણામોનો વિચાર કરીને, વિશ્વ = વિષયોની આકાંક્ષા કરતા નથી.
ભાવાર્થ :- જે સાધક ઈન્દ્રિયના વિષયોને પાર પામીને, તેનો ત્યાગ કરીને સંયમમાં પારગામી થઈ જાય છે, સંયમની સફળતાપૂર્વક આરાધના કરે છે તે સાધક ખરેખર મુક્ત થઈ જાય છે. તે સાધક ઈન્દ્રિયોના વિષયોની લાલસાને સંતોષના પરિણામ દ્વારા દૂર કરે છે અને સહજ પ્રાપ્ત કામભોગોને સ્વીકારતા નથી. આવી રીતે લોભ રહિત થઈને સંયમ સાધના કરતા તે ઘાતકર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ સર્વદર્શી બને છે. આ પ્રકારે જે સાધક અધ્યાત્મ દોષોનું પ્રતિલેખન કરી, અસંયમરૂપ વિષય કષાયાદિના પરિણામોનો વિચાર કરી તેની આકાંક્ષા રહિત બને છે, તે સાચા અણગાર કહેવાય છે.
વિવેચન :
તમમનોબ :- જેમ આહારનો ત્યાગ તાવનું ઔષધ છે તેમ લોભનો ત્યાગ તૃષ્ણાનું ઔષધ છે. સંતોષભાવમાં આવી જવાથી તૃષ્ણા વધતી નથી. પરામિ – (૧) જે વિષયોથી મુક્ત થઈ જાય છે તે સંસારના પારગામી છે. (૨) સંયમ વિધિઓનું પૂર્ણ રીતે પાલન કરનાર સંયમના પારગામી છે. એ બંને પ્રકારના પારગામી સંસારથી મુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org