________________
| લોક વિજય અધ્ય-૨, ઉ: ૨
[૫૭]
સંયમમાં અસફળ સાધક :| २ अणाणाए पुट्ठा वि एगे णियटृति मंदा मोहेण पाउडा । अपरिग्गहा भविस्सामो समुट्ठाए, लद्धे कामे अभिगाहइ ।अणाणाए मुणिणो पडिलेहेंति । एत्थ मोहे पुणो पुणो सण्णा, णो हव्वाए णो पाराए । શબ્દાર્થ :- અMTMTB = ભગવાનની આજ્ઞાથી વિપરીત, પુદ્દવિ = આચાર કે વિચારનો સંયોગ થતા જ, પd = કેટલાક વિતિ = સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે, મા = અજ્ઞાની જીવ, મોષ = મોહ કર્મથી, પાવડા = ઘેરાયેલા.
અપરિણા મનિસ્તાનો = અમે પરિગ્રહથી રહિત થઈશું એવી પ્રતિજ્ઞા સાથે, વાને = ઈન્દ્રિય વિષયો, કામભોગો, રૂદ્ધ = પ્રાપ્ત થવા પર, માદ = તેને ગ્રહણ કરે છે, મુળિખો = વેષધારી મુનિ, પહિતિ = વિષયભોગની પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત હોય છે, પત્થ = આ પ્રમાણે, નોદ = મોહમાં, પુળો પુણો = પ્રવૃત્ત થતા રહે છે, વારંવાર, સUT = આસક્ત થતા જીવ, ગો દવાર નો પરાણ = ન આ પાર કે ન પેલી પાર થાય છે અર્થાત્ સંસારમાં ડૂબી જાય છે. ભાવાર્થ :- વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિપરીત આચાર-વિચાર તથા મોહકર્મના ઉદયે કોઈ કોઈ સાધક સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. તે મંદબુદ્ધિ તેમજ મોહથી આવત થાય છે અર્થાત્ મોહ અને અજ્ઞાનથી પ્રેરિત મતિવાળા થાય છે.
કેટલીક વ્યક્તિઓ "અમે અપરિગ્રહી થઈશું" એવો સંકલ્પ કરીને સંયમ ધારણ કરવા છતાં જ્યારે ઈન્દ્રિયોના વિષયોની સામગ્રી ઉપલબ્ધ થાય છે ત્યારે તેનો સ્વીકાર કરી લે છે, તે સાધક વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિપરીત અસંયમના આચરણોમાં ખેંચાતા જાય છે, આકર્ષાય છે, સંલગ્ન રહે છે.
આ રીતે તે ઈન્દ્રિયોના વિષયોના મોહમાં વારંવાર લીન બની જાય છે. આ કારણે તેઓ ન તો ગૃહસ્થ જીવનમાં રહે છે ન તો ભાવ શ્રમણપણામાં રહે છે. તેઓની "ન આ પાર કેન પેલે પાર" જેવી દશા થઈ જાય છે.
વિવેચન :
આ સૂત્રમાં અરતિને પ્રાપ્ત થયેલા વ્યાકુળ ચિત્તવાળા બે પ્રકારના સાધકોની દયનીય મનોદશાનું ચિત્રણ છે. (૧) કેટલાક સાધકો મોહકર્મના તીવ્ર ઉદયના કારણે સંયમ જીવનનો ત્યાગ કરી ગૃહસ્થ
જીવનનો સ્વીકાર કરી લે છે. (૨) કેટલાક સાધક મુનિ વેષમાં જ રહેતાં સંયમ વિપરીત આચરણો કરતાં ગૃહસ્થ તુલ્ય થઈ જાય છે. આ સાધક ન તો સંયમ જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકે અને ન તો ગૃહસ્થના સુખોનો ઉપભોગ કરી શકે. તેની અવસ્થાને દર્શાવતાં નો હવ્વાણ નો પરાણ વાક્યનો પ્રયોગ છે. તેનો સાર એ છે કે તે સાધક ન ઘર નો કે ન ઘાટનો બની જાય છે. ૩મય ન પૃ નાપિ પુનિત: –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org