________________
'વિવિધ દૃષ્ટિકોણથી નવકાર મહામંત્ર
થોડી જ વારમાં ઉલટીઓ થવા લાગી અને મરી ગયો.
આવી જ રાબ તેના સાવકા ભાઇએ ખાધી. તેનાથી તેનું શરીર પુષ્ટ બન્યું. કારણ કે તેને મા ઉપર દઢ વિશ્વાસ હતો.
અહીં છોકરો “મારી મા મને મારી નાખશે' એમ દરરોજ ચિંતન કરતો હતો. તેથી તેની આ શ્રદ્ધા દઢ થવા લાગી, અને એક દિવસ તેને એનું ફળ મળી ગયું. એ પ્રમાણે નવકાર મંત્રના ફળનું જેમ જેમ ચિંતન વધે તેમ તેમ ફળ પ્રત્યે શ્રદ્ધા દઢ થવા લાગે. વર્તમાનમાં એક સાધકનો અનુભવ છે કે જ્યારે તે “એસો પંચ નમુક્કારો સવપાવપ્પણાસણો’ એ પદોને મનમાં ગણે છે ત્યારે તેના આત્મામાં એવી શ્રદ્ધા જાગે છે કે હવે ચોક્કસ મારા બધા પાપોનો નાશ થઇ જશે. માટે છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.
હવે આ વિષયને બીજી રીતે વિચારીએ. છેલ્લા ચાર પદો અપેક્ષાએ પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિરૂપ છે. કેમ કે તેમાં નમસ્કારના ફળનું વર્ણન છે. પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિ પરમાર્થથી પંચ પરમેષ્ઠિની સ્તુતિ છે. પંચ પરમેષ્ઠિની સ્તુતિ જેમ જેમ વધારે થાય તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય. આ રીતે પણ છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.
શંકા : નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં નવકારનું ચિંતન કરવાનું ન કહેતાં લોગસ્સનું ચિંતન કરવાનું કેમ કહ્યું?
સમાધાન : નમસ્કાર મહામંત્રમાં સર્વ પ્રથમ અરિહંત છે. લોગસ્સ સૂત્રમાં નામના ઉચ્ચારણ પૂર્વક અરિહંતોને જ નમસ્કાર કરવામાં આવ્યો છે, તથા નમસ્કાર મહામંત્રમાં નામ વિના સર્વ સામાન્ય અરિહંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. લોગસ્સસૂત્રમાં આ અવસર્પિણીમાં નજીકના ઉપકારી ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવામાં આવ્યો છે. એ અપેક્ષાએ નમસ્કાર મહામંત્ર કરતાં લોગસ્સ સૂત્રની પ્રધાનતા ગણાય. આથી કાયોત્સર્ગમાં મોટા ભાગે લોગસ્સ ગણવાનું વિધાન છે.
પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા. જ મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નવકાર મહામંત્ર સર્વ પાપરૂપી વિષનો
નાશ કરનાર છે. યોગશાસ્ત્રની દૃષ્ટિએ નવકાર મહામંત્રમાં પદસ્થ ધ્યાન માટે
પરમ પવિત્ર પદોનું આલંબન છે. | છ આગમ સાહિત્યની દૃષ્ટિએ નવકાર મહામંત્ર સર્વશ્રુતમાં
અત્યંતર રહેલો છે તથા ચૂલિકા સહિત તે મહાશ્રુતસ્કંધની
ઉપમાને પ્રાપ્ત થયેલો છે. જ કર્મસાહિત્યની દૃષ્ટિએ એ-એક અક્ષરની પ્રાપ્તિ માટે
અનન્તાનન્ત કર્મસ્પર્ધકોનો વિનાશ અપેક્ષિત છે તથા એક એક અક્ષરના ઉચ્ચારણથી પણ અનંત અનંત કર્મરસાણુઓનો વિગમ થાય છે. જે ઐહિક-આલોક દૃષ્ટિએ આ જન્મની અંદર પ્રશસ્ત અર્થ, કામ
અને આરોગ્યની પ્રાપ્તિ તથા તેના યોગે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત
થાય છે. જ પરલોકની દૃષ્ટિએ મુક્ત તથા મુક્તિ ન મળે ત્યાં સુધી ઉત્તમ
મનુષ્યકુળની પ્રાપ્તિ કરાવે છે, તેના પરિણામે જીવને થોડા
જ કાળમાં બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે છે. જ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ પહેલાં બે પદો પોતાના આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે અને પછીના ત્રણ પદો શુદ્ધ સ્વરૂપની સાધક
અવસ્થાના શુદ્ધ પ્રતીક રૂપ છે. દિ ચરણકરણાનુયોગી દૃષ્ટિએ સાધુ અને શ્રાવકની સામાચારીના
પાલનમાં મંગલ માટે અને વિનનિવારણ માટે તેનું ઉચ્ચારણ
વારંવાર આવશ્યક છે. જ ગણિતાનુયોગની દૃષ્ટિએ નવકારના પદોની નવની સંખ્યા
ગણિતશાસ્ત્રના નિયમ પ્રમાણે બીજી સંખ્યાઓ કરતાં અખંડતા અને અભંગતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે તથા નવની સંખ્યા નિત્ય અભિનવ ભાવોનો ઉત્પાદક થાય છે. ધર્મકથાનુયોગની દૃષ્ટિએ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિઓનાં જીવનચિત્રો અભૂત કથાસ્વરૂપ છે. નમસ્કારનું આરાધન કરનાર જીવોની કથાઓ પણ આશ્ચર્યકારક ઉન્નતિને દર્શાવનારી છે તથા એ સર્વ કથાઓ સાત્વિકાદિ રસોનું પોષણ કરનારી છે. ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ નવકાર મંત્ર સૌને એક સાંકળે | સાંધનારો તથા બધાને સમાન દરજ્જ પહોંચાડનારો છે.
૧૧૯
માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી ખીમરાજ દેઢિયા (કચ્છ દુર્ગાપુર-માટુંગા)
હસ્તે : અમૃતબેન હેમંતભાઇ દેઢિયા