________________
વકાર મંત્ર સંબંધી શંકા અને સમાધાની
પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
શંકા : નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી ? તેની ઉત્પતિ ક્યારે થઇ ?
જોઇએ, એમ કહ્યું છે.
શંકા : નમસ્કાર મહામંત્ર સર્વ પાપોનો નાશ કરે સમાધાન : નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે છે, તો કોના સર્વ પાપોના નાશ કરે છે ? અને અનંતકાળ સુધી રહેશે, અર્થાત્ નમસ્કાર મહામંત્ર અનાદિ-અનંત છે. આથી નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી એ પ્રશ્ન જ રહેતો નથી. નમસ્કાર મહામંત્ર શબ્દથી નિત્ય છે અને અર્થથી પણ નિત્ય છે=શાશ્વત છે. કોઇપણ તીર્થંકરના કાળમાં નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે તે જ શબ્દો રહે છે. તેમાંથી એક પણ શબ્દ વધતો નથી કે ઘટતો નથી. તથા શબ્દોમાં ફેરફાર પણ થતો નથી. અર્થ પણ દરેક તીર્થંકરના
કાળમાં એક સરખો જ રહે છે. જેવી રીતે દરેક ચોવીસીમાં લોગસ્સ સૂત્રના શબ્દોમાં ફેરફાર થઇ જાય તેમ નમસ્કાર
મહામંત્રના શબ્દોમાં ફેરફાર ન થાય.
:
શંકા : મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? સમાધાન : મૂળમંત્ર નવપદોનો છે. છેલ્લા ચાર પદો ચૂલિકારૂપ છે. ચૂલિકા એટલે શિખર. જેમ પર્વત ઉ૫૨ તેનું શિખર હોય છે તેમ છેલ્લા ચાર પદો પ્રથમના પાંચ પદોના શિખરરૂપ છે. શિખર પર્વતથી જુદો હોતો નથી.
શિખર પણ પર્વત સ્વરૂપ છે, અથવા પર્વતનો જ એક ભાગ છે. તેવી રીતે નમસ્કાર મહામંત્રના છેલ્લા ચાર પદો પણ નમસ્કાર મહામંત્ર સ્વરૂપ છે. આથી જ છેલ્લા ચાર પદો પણ ગણવાની લાયકાત મેળવવા માટે ઉપધાન કરવા પડે છે.
શંકા : ચૂલિકાની રચના કોણે કરી ?
સમાધાન : ચૂલિકાની રચના અર્થથી શ્રી અરિહંત ભગવંતોએ તથા સૂત્રથી શ્રી ગણધર ભગવંતોએ કરી છે. આથી જ શ્રાદ્ધદિન કૃત્યની ૧૫મી ગાથામાં નમસ્કાર મંત્રની રચના કરનારા અરિહંત-ગણધર વગેરેને પણ નમસ્કાર કરવો
સમાધાન : જે જીવ ભાવથી નમસ્કાર મહામંત્રનું ચિંતન-મનન કરે છે, એકાગ્રચિત્તે જાપ કરે છે તે જીવના સર્વ પાપોનો નાશ કરે છે.
શંકા : સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે, એ અર્થમાં પ્રથમ શબ્દનો શો અર્થ છે ?
સમાધાન : અહીં પ્રથમ શબ્દનો પહેલો વિદ્યાર્થી, પહેલું પગથિયું, પહેલું ઘર, એમ ‘પહેલું’ અર્થ નથી, કિન્તુ ‘ઉત્કૃષ્ટ’ અર્થ છે. સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ છે.
શંકા : પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ?
સમાધાન : મંગલના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ
છે. દહીનું ભક્ષણ વગેરે દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર ભાવમંગલ છે. (૧) દ્રવ્યમંગલ કેવલ ભૌતિકસુખ અને ભૌતિકસુખના સાધનો આપે છે. ભાવમંગલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપવા સાથે શાંતિ પણ આપે છે. (૨) કેવળ દ્રવ્યમંગલથી મેળવેલા ભૌતિકસુખોથી પરિણામે આત્મા દુર્ગતિમાં જાય અને અનેક દુઃખો ભોગવે છે. આ ભાવમંગલ ભૌતિકસુખો આપવા સાથે વિરાગભાવ પણ આપે છે. એથી ભૌતિકસુખો ભોગવવા છતાં આત્મા દુર્ગતિમાં જતો નથી અને સમ્યગ્દર્શન આદિની આરાધના કરીને થોડા જ સમયમાં મોક્ષ પામે છે. (૩) જેને કેવળ દ્રવ્યમંગલથી ભૌતિકસુખો મળ્યા હોય તે જીવ દુઃખમાં સમાધિ ન રાખી શકે. આ ભાવમંગલથી જેને સુખો મળ્યાં હોય તે દુ:ખમાં
(સ્વ.) હીરજી સવરાજ દેઢિયાતા આત્મશ્રેયાર્થે (કોટડી મહાદેવપુરી-મઝગાંવ)
હસ્તે : રતિલાલ હીરજી દેઢિયા
૧૧૭