________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
જાય છે, પણ તે વખતે અનેક ભય અને મુસીબતે હોય છે, છતાંય પોતાના કાર્યની ધ્યેયપૂતિ તે એકાગ્ર, સ્વસ્થ ને ગેયલક્ષથી કરે છે. તે રીતે સામાયિકમાં મનને, શરીરને એકાગ્ર અને સ્વસ્થ બનાવવાનાં છે. સામાયિથી આધ્યાત્મિક ભૂમિકાને વિકસિત કરવાની છે.
આપણને અતિદુર્લભ માનવભવ મળેલ છે. ચાર ગતિમાંથી મનુષ્યગતિમાં તીર્થંકરપદની પ્રાપ્તિ સુલભ બને છે. સામાયિકમાં અંતર્મુખ બની ઊંડાણમાંથી મરજીવા માફક મેતી લાવવાનું છે. તે મેતી છે શુદ્ધસ્વરૂપી આત્મા. ચિત્તની શાંતિ માટે બહાર દોડધામ કરવાની જરૂર નથી, તે તે પ્રાપ્ત થશે સામાયિકમાં.
સામાયિકમાં પર્વત જેમ અડેલ બનીને ધ્યાન ધરવાનું છે, ત્યારે શરીરની ફીકર કરવાની નથી, આત્માની ફીકર કરવાની છે.
સામાયિકમાં બેઠેલા કુમારપાળને મુકેડે ચુંટયો હતે. કુમારપાળ તે ધ્યાનમગ્ન હતા, તેમને મંકોડાના ડંખ કરતાં મકેડે મરી ન જાય તે માટે ન અટકા, દૂર ન કર્યો. પૂર્ણ ઉપયેગવંત હતા, મકડાને છૂટો ન પાડતાં તેમણે મંકડાને તેનું કાર્ય કરતાં માંસ સહિત ચામડી કાપીને મકડાને અભયદાન આપ્યું.
For Private And Personal Use Only